Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

પોરબંદરમાં વિશ્વ નર્સ દિનની ઉજવણી

પોરબંદર :  વિશ્વ નર્સીસ ડે અવસરે જેસીઆઈ પોરબંદર દ્વારા ભાવસિંહજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ૧૧૫ જેટલા નર્સિંસ ભાઈ બહેનોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજયો હતો. કોરોના વાઇરસ (કોવીડ-૧૯)ની મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવવા આ મહા સંકટની દ્યડીમાં આરોગ્ય કર્મચારીઓ યોગદાન આપી રહ્યા છે.અમૂલ્ય યોગદાન બદલ નર્સિંગ સ્ટાફને જેસીઆઈ દ્વારા સન્માન પત્ર અને તેઓની સલામતી માટે માસ્ક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સિવિલ સર્જન ડો. જે.ડી.પરમાર, આર. એમ.ઓ ડો. દિનેશ ઠાકોર, નર્સિંગ સ્કૂલના આચાર્ય અરવિંદભાઈ રાજયગુરુ, જેસીઆઈ સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ તેજસ બાપોદરા અને જેસીઆઈના સભ્યો તથા ભાવસિંહજી હોસ્પિટલના ડોકટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં નર્સિંગ સ્ટાફ દ્વારા કોરોનાને કેવી રીતે મહાત આપી શકાય તેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું આરોગ્ય કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:47 am IST)