Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ધોરાજીના ભુખી ગામના સામુહિક બળાત્કારના પ્રયાસના આરોપીને આખરે ઝડપી લેવાયા

ત્રણેય આરોપી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હવે આવુ નહિ કરવા કાકલુ દી કરવા લાગ્યા

ધોરાજી તા.૧૪: ધોરાજી તાલુકાના નાના એવા ભૂખી ગામમાં ત્રણ શખ્સોએ પરણીત મહીલાનુ અપહરણ કરી દરગાહના પાછળની દીવાલ પાછળ બળજબરીપૂર્વક બળાત્કાર કરવાનો પ્રયાસ કરી અને તેનો વિડીયો વાયરલ કરતા જે ઘટના ભારે ચકચાર વ્યાપી ગઈ હતી જેના અનુસંધાનમાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા પીએસઆઇ શૈલેષ વસાવા વિગેરે ટીમે આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીએ જણાવેલ કે નાના એવા ગામમાં ગેંગરેપ થાય તેવો ભયંકર ગુનો થાય એ પ્રકારનો ત્રણ શખ્સોએ બળાત્કારનો પ્રયાસ કરવાનો હીન કૃત્ય કરેલ છે અને તેનો વિડીયો વાયરલ કરી જે ઘટનાની ગંભીરતા સમજી આરોપીની ગણતરીની કલાકોમાં જ ભુખી ગામ ખાતેથી ધરપકડ કરી હતી અને ફરી બીજીવાર આવું કૃત્ય ન કરે તે પ્રકારની ત્રણેય આરોપીને ભાન કરાવી હતી

ભુખી ગામના ત્રણેય આરોપીઓ (૧) રવિ ઓઘડ ચૌહાણ (૨) સાગર મહેન્દ્ર ઝાલા (૩) ચિરાગ બકુલ રાવરાણી રહે ત્રણેય આરોપી ભૂખી તાલુકો ધોરાજીના રહીશ છે.ઉપરોકત ત્રણેય શખ્સો વિરુધ્ધ આઈપીસી કલમ ૩૭૬ડી, ૩૫૪એ, ૩૫૪બી, ૩૬૫, ૨૯૨ તેમજ ઇન્ફોર્મેશન એકટ ૨૦૦૮ની કલમ મુજબ ધરપકડ કરી હતી. ઉપરોકત ત્રણેય આરોપીઓ પ્રથમ વખત જ ભૂલથી આ કૃત્ય કર્યું હોય તેઓ ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં અને  ત્રણેય આરોપીઓએ જણાવ્યું હતું કે હવે અમે ક્યારેય આવી ભૂલ નહીં કરીએ તેવું પણ પોલીસને જણાવ્યું હતું.

(11:46 am IST)