Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ગોંડલની આરોગ્ય ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨૫૦૦થી વધુ લોકોને હોમ કવોરન્ટાઇન

ગોંડલ,તા.૧૪:કોરોનાના કહેર અને લોકડાઉન ૧,૨ અને ૩ પાર્ટમાં દરમ્યાન શહેરથી બહાર ગયેલા અથવા દેશ વિદેશમાં વસતા લોકો પોતાના વતન આવી રહ્યા હોય જેમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો હોય આરોગ્યની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨૫૦૦થી વધુ લોકોને તપાસી આરોગ્યની ટીમ ના તાલુકા હેલ્થ ઓફિસર ડો. જી પી ગોયલ, અર્બન હેલ્થ ઓફિસર ડો. દિવ્યા પદમાંણી, ડો. દેવાંગી તેમજ ૧૫૦ તબીબી ટીમ દ્વારા તપાસી જરૂરી લોકોને હોસ્પિટલ ખસેડી અને બાકીના લોકોને હોમ કોરન્ટાઇન કરી સરાહનીય કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમ્યાન એસઆરપી જવાન, અક્ષરધામ સોસાયટીનું વૃદ્ઘ દંપતી કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

તાલુકા હેલ્થ ઓફિસર ગોયલે જણાવ્યું હતું કે બહારથી આવતા લોકો આપણા પરિવારના સદસ્યો જ છે આવનાર તમામ લોકો સંક્રમિત હોય તેવી લદ્યુતાગ્રંથિ ન બાંધો પણ સોશિયલ ડિસ્ટન્સ જરૂર થી જાળવો, આડોસ પડોસ ના લોકો દ્વારા તંત્ર ને માહિતી આપવામાં આવી રહી છે તે સરાહનીય કામ છે પરંતુ આરોગ્ય ટીમ ની તપાસ કરવાની મર્યાદા હોય ક્રમશઃ તમામ ની આરોગ્ય લક્ષી તપાસ જરૂર થી થઈ જશે સહકાર આપવા અને કન્ટ્રોલ રૂમ ફોન૨૨૦૦૯૩ તેમજ ૨૨૦૦૦૮ ઉપર જાણ કરવા અનુરોધ એક યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(11:45 am IST)