Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

આત્મનિર્ભર પેકેજથી દેશનો સર્વાગી વિકાસ થશેઃ ડો.બોઘરા

જસદણ, તા.૧૪: કેન્દ્રની મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલા આત્મનિર્ભર પેકેજ ને આવકારતાં ભાજપ અગ્રણી ડો.બોઘરાએ દેશના સર્વાંગી વિકાસ માટેનું ઐતિહાસિક પેકેજ જણાવ્યું હતું.

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન અને જસદણના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ડો. ભરતભાઈ કે. બોદ્યરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા રૂપિયા વિશ હજાર કરોડના આત્મનિર્ભર પેકેજને આવકારતા જણાવ્યું હતું કે આ પેકેજમાં મનરેગાના દૈનિક વેતનમાં વધારો કરેલ છે જેનો જસદણ-વિંછીયા પંથક સહિતના દેશના ગરીબ લોકોને લાભ મળશે. પેકેજમાં ગરીબ લોકો માટે દ્યઉં, ચોખા, કઠોળ વગેરે વિતરણ કરવા ઉપરાંત જન ધન ખાતેદારોને રોકડ સહાય, ઉદ્યોગને પ્રોત્સાહન સહિતની બાબતો આવકારદાયક છે. દેશના સ્વદેશી ઉદ્યોગોને જુદા જુદા અનેક પ્રોત્સાહનો આપવાથી ઉદ્યોગોનો વિકાસ થશે જેથી અનેક લોકોને રોજગારી મળશે અને દેશના અર્થતંત્રને વેગ મળશે. હેલ્થ વર્કર, ખેડૂત વર્ગ, વેપારી વર્ગ, નોકરિયાત વર્ગ, ઉદ્યોગો, ગરીબ મધ્યમવર્ગ સહિતના સમાજના તમામ વર્ગો માટે ફાયદાકારક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સ્વદેશી આધારિત પેકેજ હોવાથી સ્થાનિક પ્રોડકટ્સને પ્રોત્સાહન મળશે અને દેશના અર્થતંત્રને નવા પ્રાણ મળશે. શહેરી અને ગ્રામીણ દરેક વિસ્તારમાં વેપાર-ધંધા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ગરીબ અને મધ્યમ વર્ગને આ પેકેજથી ખૂબ જ ફાયદો થશે. આત્મનિર્ભર પેકેજ ખૂબ જ કલ્યાણકારી અને ખરેખર દેશને આત્મનિર્ભર બનાવનારું સાબિત થશે તેમ અંતમાં ભાજપના અગ્રણી ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું.

(11:44 am IST)