Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જેતપુરના મંડલીકપુરમાં સાળાને ત્યાં આવેલ વ્યકિતનો કાલાવડ પોલીસે રીપોર્ટ કરાવતા પોઝીટીવ

૮ લોકોને આઇસોલેટ અને ૧પને કોરોન્ટાઇન કરાયા

જેતપુર, તા., ૧૪: શહેરમાં રહેતા સીંધી યુવાનને અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન કોરોના પોઝીટીવ  આવતા તંત્ર ધંધે લાગી ગયું હતું. ત્યાં ગઇકાલે  જામનગર કાલાવડના બામણ ગામનો વિજયભાઇ દેવશીભાઇ ચૌહાણને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યાની જાણ પોલીસે જેતપુર બ્લોક હેલ્થ ઓફીસના ડો. શાપરીયાને કરતા તેમણે આરોગ્યની ટીમને મંડલીકપુર મોકલી વિજયભાઇ તેમના સાળા જતીનભાઇ પ્રેમજીભાઇ રાઠોડના ઘેર રોકાયા હોય તેમના ઘરના આઠ સભ્યોને આઇસોલેશનમાં રાજકોટ મોકલી આપેલ જયારે તેની નજીકના ૩ મકાનમાં રહેતા અને તેના સંપર્કમાં આવેલ ૧પ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા. જેતપુરમાં શહેર બાદ તાલુકામાં પણ કોરોના પોઝીટીવ કેસ થવાની શકયતા વધતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

શહેરમાંથી ૩ લોકોને રાજકોટ આઇસોલેશનમાં ચાર દિવસથી રાખેલ હોય હજુ તેનો રીપોર્ટ આવેલ નથી ત્યાં મંડલીકપુરના ૮ લોકોને પણ રીપોર્ટ માટે રાજકોટ રવાના કરેલ છે. રીપોર્ટ આવતા આટલુ મોડુ કેમ થાય છે. જો રીપોર્ટ આવી જાય તો અન્ય કોઇ પોઝીટીવ છે કે કેમ તે બહાર આવે અને લોકોની છુટછાટ ઓછી કરવામાં આવે તેવું લોકોમાં ચર્ચાય રહયું છે.

(11:44 am IST)