Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ગોંડલનાં અનિડા ભાલોડીમાં આકાશમાં ઉડેલ અગનગોળો શેનો હતો? તપાસનો ધમધમાટ

ગોંડલ તા. ૧૪ :.. ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે બુધવારના રાત્રે ૯ કલાકે અચાનક આકાશમાં કોઇ અગનગોળા ઉડતા હોય તેવું દેખાતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાવા પામ્યો હતો ગામના કેટલાક યુવાનો દ્વારા તાકીદે મોબાઇલમાં વિડીયો શુટીંગ કરવામાં આવ્યું હતું આ તકે ઘણા લોકોએ તર્કવિતર્કો સાથે કહયું હતું કે કોઇ ઊંચાઇએ પ્લેન ઉડી રહ્યું છે અને તેમાંથી અગન ગોળા છોડવામાં આવી રહયા છે. જયારે વાસ્તવમાં વિડીયો શુટીંગમાં પણ આવી જ રીતે અલગ ઘટનાઓ દેખાઇ રહી છે.

ગોંડલના પત્રકાર દ્વારા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને જાણ કરાતા તેઓ દ્વારા રાજકોટ કલેકટર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટને તાકીદની જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અજયસિંહ જાડેજા દ્વારા પણ આશ્ચર્ય ભરી ઘટના હોવાનું જણાવાયું હતું. આ અંગે તપાસ હાથ ધરાઇ છે.

(11:42 am IST)