Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

બુધવારના વાવોઝાડા-વરસાદ બાદ બીજા દિવસે પણ જૂનાગઢમાં વાદળા

સવારથી ઉકળાટ સાથે બફારો

જૂનાગઢ,તા.૧૪: બુધવારનાં વાવાઝોડા -વરસાદ બાદ આજે બીજા દિવસે પણ જૂનાગઢમાં વાદળા થઇ ગયા છે અને સવારથી ઉકળાટ સાથે બફારો થઇ રહ્યો છે.

ગઇ કાલે બપોર બાદ વાતાવરણમાં ઓચિંતો પલ્ટો આવ્યા બાદ જૂનાગઢના ભવનાથ, સાબલપુર અને ગિરનાર પર્વત -જંગલ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો.

કોરોનાની મહામારી વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. પરંતુ સાણલપુર ચોકડીથી સુખપુરાના પટ્ટામાં વરસાદને લઇ સાબલપુર ચોકડી ખાતે તંત્રના મંડપ ઉડી ગયા હતા.

એટલુ જ નહિ આ વિસ્તારમાં વૃક્ષની ડાળ તુટી પડતાં વાહન વ્યવહારને અસર થઇ હતી. તેમજ રોડની આધેડ અનેક જગ્યાએ વીજ થાંભલા પણ જમીન દોસ્ત થઇ ગયા હતા. ઉપરાંત કારખાના રોડ પરના પતરા પણ ઉડયા હતા.

સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી. અને ભારે નુકસાન પણ થયું ન હતું.

ગિરનાર પર્વત સ્થિત ગૌમુખી ગંગા અને જંગલ વિસ્તારમાં કમોસમી વરસાદને લઇ આલ્હાદક વાતાવરણ છવાય ગયું હતું.

દરમ્યાનમાં આજે સવારે ૨૫.૭ ડિગ્રી લઘુતમ તાપમાન વચ્ચે સવારથી જૂનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા હોય ઉકળાટ અને બફારો વધ્યો છે. જેથી આજે પણ બપોર બાદ કમોસમી વરસાદ શકયતા નકારી શકાતી નથી.

(11:41 am IST)