Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ધ્રાંગધ્રા સબ જેલમાંથી ફરાર થયેલા પાંચેય આરોપીને વાવડીની સીમમાંથી પોલીસે દબોચી લીધા

પોલીસે ખાનગી બાતમીદારોને કામે લગાડતા ગણત્રીના કલાકોમાં જ પોલીસને મળી સફળતા

વઢવાણ, તા. ૧૪ : જીલ્લામાંથી શરીર સબંધી ગુન્હાઓ કરી નાસતા ફરતા ગુન્હેગારોને તાત્કાલીક ઝડપી પાડવા, તેમજ તા. ૧૩ના વહેલી સવારના ધ્રાંગધ્રા સબ જેલમાં દસાડા પો.સ્ટે.ના ખુન કેસમાં સંડોવાયેલ કુલ ચાર કદી તથા સુરેન્દ્રનગર સીટી બી-ડીવી. પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ એક કેદી એમ કુલ પાંચ ખુંખાર કેદીઓ જેલની બેરેકના તાળા તોડી, જેલની દીવાલ કુદી નાશી ગયેલ જે તમામ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સારૂ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા આર.બી. દેવધા, નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝન, શૈફાલી બરવાલ, એ.એસ.પી. શ્રી ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. બી.એમ. દેસાઇ, પો.ઇન્સ. ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે. તથા ડી.એમ. ઢોલ પો.ઇન્સ. એલ.સી.બી. સુરેન્દ્રનગર તથા શ્રી એફ.કે. જોગલ પો.ઇન્સ. એસ.ઓ.જી. સુરેન્દ્રનગરનાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપેલ.

અન્વયે શ્રી આર.બી. દેવધા નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝનનાઓની સુચના મુજબ ધ્રાંગધ્રા ડીવીઝનની ટીમ તથા શ્રી શૈફાલી બરવાલની આગેવાનીમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ તથા બી.એમ. દેસાઇની આગેવાનીમાં ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.ની ટીમ તથા ડી.એમ. ઢોલની આગેવાનીમાં પો.સબ ઇન્સ. વી.આર. જાડેજા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ તથા શ્રી એફ.કે. જોગલની આગેવાનીમાં એસ.ઓ.જી.ની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી વહેલી સવારથી જ આરોપીઓનું પગેરૂ દબાવવાનું શરૂ કરેલ.

તમામ ટીમો દ્વારા ધ્રાંગધ્રા સબ જેલ આજુબાજુના તથા હાઇવે પરના સી.સી. ટીવી કેમેરા ચેક કરવામાં આવેલ. ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના ચારેબાજુના ગામો સતાપર, નરાળી, હરીપર, ઇસદ્રા, વાવડી, થળા, ભરાડા, માલવણ તથા તાલુકા વિસ્તારનો રણકાંઠો વિગેરે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ.

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન દરમ્યાન ચોક્કસ હકીકત મેલ કે ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.ના ગુન્હાના ફરાર થયેલ આરોપી (૧) સંતુભાઇ કાંતીભાઇ દેવીપૂજક (ર) ધરમ કાંતિભાઇ દેવીપૂજક (૩) નાનજી કાંતિભાઇ દેવીપૂજક (૪) સવજી કાંતિભાઇ દેવીપૂજક (પ) પ્રકાશ ઉર્ફે કલ્લુ દેવીપ્રસાદ કુશવાહ એમ પાંચેય આરોપી ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમમાંજારના ઉભા પાકમાં છુપાયેલ હોવાની ખાનગી હકીકત મેળવી તમામ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી જારના ઉભા પાકમાંથી ઉપરોકત પાંચેય આરોપીઓને પકડી પાડી ધ્રાંગધ્રા ખાતે લાવી પૂછપરછ કરતા દસાડા ખુન કેસના ચારેય આરોપીઓ ખૂનના બનાવ સમયે પોતાની માતાને થયેલ ઇજાના સારવારના પૈસા ભેગા કરવા માટેથી તેમજ આરોપી પ્રકાશ ઉર્ફે કલ્લુ ઘરફોડ ચોરીના અનેક ગુન્હામાં પકડાયેલ હોય, જે ગુન્હામાં જામીન મળતા ન હોય, જેલમાંથી છૂટકારો મેળવવા પોતાના સાથી કેદીઓ સાથે વહેલી સવારના ચારેક વાગ્યા પહેલા ધ્રાંગધ્રા સબ જેલ તોડી ભાગી નીકળેલ હોવાની હકીકત જણાવતા મજકુર પાંચેય ઇસમોને ગુન્હા કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:41 am IST)