Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ઉનાળામાં બીજી વાર માવઠાથી ખેડૂતોનો કોળીયો ઝૂંટવાયો

જૂનાગઢ, જેતપુર,ધોરાજી પંથકમાં ઘઉં, મગ,અડદ સહિતનો પાક પલળી જતા નુકશાન : મહતમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જાય છે અને લૂ સાથે વરસે છે વરસાદ

ધોરાજીઃ તસ્વીરમાં ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને વૃક્ષો ધરાશાયી થયા તે નજરે પડે છે. (તસ્વીરઃ કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

રાજકોટ,તા.૧૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ધોમધખતા તાપ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે અને ઉનાળુ પાકને ભારે નુકશાન થયું છે.

ગઇ કાલે ધોરાજી, જેતપુર, જૂનાગઢ પંથકના જૂનાગઢ પંથકના સમગ્ર વિસ્તારનાં બદલે થોડા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ઘઉં, અડદ, મગ, ધાણા, જીરૂ સહિતનો પાક પલળી ગયો હતો અને ખેડૂતોના મોઢે આવેલો કાળીયો ઝૂટવાય ગયો છે.

ઉનાળાના ધોમઘખતા તાપ સાથે ફરી વાર કમોસમી વરસાદ વરસતા ભારે મુશ્કેલી સર્જાઇ છે.

ધોરાજી

ધોરાજીઃ ધોરાજી એક તરફ કોરોના બાદ લોકડાઉનની સ્થિતીમાં ખેડૂતો હેરાન છે. અને બીજી બાજુ કુદરત પર સાપ નથી દેતા આજે બપોરે બાદ ૫:૩૦ વાગ્યે ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે બફારા બાદ પવન સાથે જોરદાર વરસાદ પડતા તલના ઉભડા પલરી ગયા અને મગ અડદ નો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને પડયા પર પાટુ જેવો માહોદ થયેલ છે.

આમ જોતા ધોરાજી પંથકમાં મોટીમારડ પાટણવાવ વગેરે વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા હતા અને ભારે પવનના સુસવાટા સાથે વરસાદ આવતા અચાનક વાતાવરણમાં પલટો સર્જાઈ ગયો હતો પરંતુ ૩૦ મિનિટ વરસાદ રહ્યો હતો અને સાંજના છ વાગ્યા બાદ વરસાદ બંધ થઇ જતાં અચાનક જ સૂર્યનારાયણ ભગવાન એ દર્શન દીધા હતા.

લોકોએ ભારે બફારા બાદ ઠંડક થતાં રાહતનો દમ લીધો હતો.

(11:41 am IST)