Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

અમદાવાદ સિવિલમાં અમાનવીય વ્યવહાર : આંદોલનની ચીમકી

પોરબંદરના કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઇ બળીદુનની મૃત્યુની વિગતો સિવિલ હોસ્પિટલ દ્વારા ૫ દિવસ સુધી જાહેર ન કરાતા કોંગ્રેસનો રોષ : સિવિલ હોસ્પિટલમાં પ્રવિણભાઇને કેન્સર અને કોરોના ટેસ્ટ માટે લઇ ગયા બાદ પત્તો મળેલ નહીં : ૯ દિવસે મૃતદેહ મળતા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી છતી

પોરબંદર તા. ૧૪ : શહેર કોંગ્રેસ મહામંત્રી અને ખારવા સમાજના અગ્રણી પ્રવિણભાઇ બળીદુન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે ગયા બાદ તેઓનો પત્તો નહી મળતા અને સિવિલ હોસ્પિટલ દ્વારા પાંચ દિવસ સુધી પ્રવિણભાઇના મૃત્યુની વિગતો જાહેર નહીં કરતા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા તથા કોંગ્રેસ અગ્રણીઓએ રોષ વ્યકત કરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ તથા તેના પરિવારજનો સાથે કરવામાં આવતા અમાનવીય વ્યવહાર સામે યોગ્ય તપાસ ન થાય તો આંદોલનની ચીમકી અપાઇ છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અમાનવીય વ્યવહાર સામે માનવ અધિકાર પંચ અને ન્યાય તંત્ર પાસે ઘા નખાશે. તેમ કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવેલ છે.

પોરબંદરના ખારવા અગ્રણી પ્રવિણભાઇ બળીદુનને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયા ત્યારે તેમને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયા બાદ ૯ દિવસે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી છતી થઇ છે. અને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હોસ્પિટલની બેદરકારીની પોલ ખોલીને આક્રોશ ઠાલવ્યો હતો. ચોંકાવનારી બાબત એ હતી કે આઠ આઠ દિવસ સુધી પુત્રને પણ તેના પિતા કયાં છે તેની માહીતી આપવામાં આવી ન હતી.ઙ્ગ અંતે પાંચ દિવસ બાદ તેના મૃતદેહ અંગે જાણ કરવામાં આવતા ખારવાસમાજમાં આક્રોશ જોવા મળ્યો છે.ઙ્ગઙ્ગ

પોરબંદર ખારવા અગ્રણી પ્રવિણભાઈ બરીદુન(ઉ.વ૫૫) ગળાના કેન્સરની સારવાર લેવા માટે ૪ મે ના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં પુત્ર નિરજ સાથે ગયા હતા. અમદાવાદની કેન્સરની હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા અગ્રણીને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ આવેલ ૧૨૦૦ બેડની કોરોના હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અને તેમનું સેમ્પલ લઈને આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરી દેવાયા હતા. તેમનો મોબાઈલ અને બીજો સામાન પુત્ર ને આપ્યો હતો. અને જણાવ્યું હતું કે કોરોનાં ટેસ્ટનું પરિણામ ટેલીફોન ઉપર આવી જશે. ત્યાં સુધી અહીં પાસે રાખવા પડશે. ત્યાર બાદ તા. ૪ થી ૧૨ મે સુધી દરરોજ તેમના પુત્ર હોસ્પિટલના દરવાજેઙ્ગ રહીને હેલ્પ સેન્ટર ઉપર રૂબરૂ અને ટેલીફોનથી પૂછપરછ કરવા જતો હતો. પિતાની તબિયત, કોરોના ટેસ્ટનું પરિણામ વગેરે પૂછવામાં આવતા દર્દીની હાલત ટેલીફોન ઉપર જણાવાશે કહીને બહાના કાઢવામાં આવતા હતા.

કેન્સરની સારવાર લેવા ગયેલા પ્રવિણભાઈ કોંગ્રેસના કાર્યકર હોવાથી તેના પુત્રે પિતાની તબિયત અંગે પોરબંદરના કોંગી આગેવાનોને કરતા તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો રેસિડેન્ટ મેડીકલ ઓફિસરો સાથે વાત કરી ત્યારે તંત્ર દોડતું થયું હતું અને તેઓએ તપાસ કરાવી એવી માહીતી આપી હતી કે દર્દી આઈ.સી.યુ.માં નથી. ઓ.પી.ડી. રજીસ્ટર મુજબ તેમને વોર્ડ નં.૩, માં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ ત્યાં તપાસ કરવામાં આવતા ત્યાં પણ તેઓ નહીં હોવાનું બહાર આવતા દર્દી ગાયબ થઈ ગયાનું જણાવ્યું હતું.ઙ્ગ

પોરબંદરના દર્દીને કોરોના હોસ્પિટલમાં દાખલ કર્યા પછીના ૮ દિવસે તેમનો પોતાનો તો પત્તો નથી પરંતુ તેમના મેડીકલ રીપોર્ટનો કે તેમના પોતાના અસ્તિત્વનો પણ પત્તો નથી. દાખલ થયાના ચોથા પાંચમાં દિવસે દર્દીના પુત્રને હેલ્પ સેન્ટરમાંથી મૌખિક જણાવામાં આવ્યું કે દર્દીનો કોરોના રીપોર્ટ નેગેટીવ છે. જો રીપોર્ટ નેગેટીવ આવ્યો હોય તો તેમને ગળાનો કેન્સરની સારવાર હેઠળ કેન્સર હોસ્પિટલમાં જ હતા, તો તેમને કેન્સર હોસ્પિટલમાં પરત કેમ ના મોકલાયા કેઙ્ગ તેમનો રીપોર્ટ દર્દીનો પુત્રને કે તેમના ટેલીફોનમાંઙ્ગ કેમ ના અપાયો ? તેવા સવાલો પ્રદેશ કોગ્રેસના પૂર્વ પ્રમુખ અને અગ્રણી કોંગ્રેસી નેતા અર્જુનભાઈ મોઢવાડીયાએ ઉઠાવી જણાવ્યું હતું કેઙ્ગ એક બાજુ પોરબંદરનાં ખારવા સમાજના અગ્રણી અને કેન્સરના દર્દી પ્રવિણભાઈ બરીદુન ગૂમ થઈ ગયા હોવાનું માનીને તેના પુત્ર સહિત કોંગી આગેવાનો તેઓની શોધખોળ કરતા હતા.

એ સમય દરમિયાન અચાનક જ હોસ્પિટલના તંત્રએ એવી માહીતી આપી હતી કે ૮મી મે ના રોજ પ્રવિણભાઈ મૃત્યુ પામ્યા છે અને તેમનો મૃતદેહ કોલ્ડરૂમમાં રાખ્યો છે ! ૮મી તારીખે મૃત્યું પામેલા અગ્રણીની જાણ દાખલ થયાના ૯ મા દિવસે કરી હતી. તેમ અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવેલ છે.

(11:39 am IST)