Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ભાવનગર : સ્ટેટ કોરોના અધિકારી ડો.વૈદ્યે સિહોરમાં આરોગ્યની કામગીરી નિહાળી

ભાવનગર તા.૧૪ : હાલની પરિસ્થિતિમાં સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે જે અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગાંધીનગર ખાતેથી નિયામક કક્ષાના અધિકારીશ્રીને કોરોના અંગેની કામગીરીનાં જીલ્લા વાઈઝ સમીક્ષા માટે ફાળવણી કરવામાં આવેલ છે.જે અનુસંધાને ડો.આર.આર.વૈદ્ય,મદદનીશ નિયામક,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગાંધીનગરને ભાવનગર જીલ્લાની કોરોના કામગીરી ની સમીક્ષા માટે રૂબરૂ મુલાકાત તેમજ આરોગ્ય અને વહીવટી તંત્ર સાથે મીટીંગ કરી જીલ્લા અને કોર્પોરેશનનાં અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

ત્યારબાદ સિહોર તાલુકામાં મુલાકાત લેવામાં આવેલ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો જયેશભાઈ વકાણી અને તાલુકા ટીમ સાથે જલુનાં ચોકની મુલાકાત લીધેલ જેમાં ઘ્ઘ્વ્સ્ કેમેરાની દ્વારા તપાસ આશા બહેનો,આંગણવાડી બહેનો,ફીમેલ હેલ્થ વર્કર દ્વારા ચાલતા દૈનિક સર્વેલન્સ ની કામગીરી ની તપાસણી કરેલ અને સ્થાનિક લોકો સાથે કોરોના વિશે તેમજ તેમને કોઈ અગવડતા નથી ને? તે બાબતની તપાસ કરેલ. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર-સિહોર ની મુલાકાત લીધેલ અને પરપ્રાંતીય મજુરોને આપવામાં આપતા નો સીમ્પટમ સર્ટીફીકેટ અંગેની કામગીરી ની પ્રશંશા કરેલ.

આ ઉપરાંત તેઓ દ્વારા ગરીબ અને નિરાધાર લોકોને વિનામુલ્યે ટીફીનસેવા પૂરી પાડતી સંસ્થાની મુલાકાત લઇ આ કામગીરીને પણ બિરદાવેલ. ડો વૈદ્ય સાહેબ દ્વારા કોરોના કામગીરી અંગે સંતોષ આને આનંદ વ્યકત કરેલ.તેમના માર્ગદર્શન બદલ સમગ્ર જીલ્લા તંત્ર દ્વારા આભાર વ્યકત કરેલ છે.

(11:39 am IST)