Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ભાયાવદર નગરપાલિકા અને તંત્ર દ્વારા મધ્યપ્રદેશના શ્રમજીવીઓને વતનમાં જવા વ્યવસ્થા કરાઇ

ઉપલેટા,તા.૧૪ :  ભાયાવદર શહેરમાંથી મધ્યપ્રદેશના મજુરોને પોતાના વતનમાં પાછા જવાની સરકાર તરફ થી કરાયેલી વ્યવસ્થા નાં ભાગ રૂપે મામલતદાર માવદીયા ઉપલેટાના આયોજન મુજબ ભાયાવદર નગરપાલિકા નાં ચીફ ઓફિસર નીલમબેન ધેટીયા તેમજ નગરપાલિકાનાં ચુંટાયેલા પ્રતિનિધિઓ પી એસ આઇ ચાવડા દ્વારા ૮૩ શ્રમજીવીઓને તેના પરીવારની સાથે આરોગ્ય તપાસણી કરી નગરપાલિકા ની કચેરી ખાતે થી ગુજરાત એસ ટીની બસ માં ભાયાવદર થીં રાજકોટ ખાતે રવાના કરવામાં આવેલા હતા રાજકોટ થી સરકાર દ્વારા ટ્રેન મારફતે મધ્યપ્રદેશમાં તેનાં વતન સુધી પહોંચાડવા માટે રવાના કરવામાં આવેલ.

આ મજુર વર્ગનાં પરીવારોને બપોરના સમયે ભોજન મળી રહે અને સાંજે પણ ભુખ્યા ન રહે તે માટે ભાયાવદર નગરપાલિકાની ટીમ અને શુભલક્ષ્મી ફરસાણ વારા અતુલભાઈ તરફથી બે ટાઇમ ભોજન ( ફ્રૂટ પેકેટ)ની વ્યવસ્થા કરવામાં આવી ને માનવંતા ની મહેક પ્રસરાવી છે

આ કાર્યમાં ભાયાવદર નગરપાલિકાનાં ચીફ ઓફિસર નીલમબેન ધેટીયા પીએસઆઇ ચાવડા સાહેબ નગરપાલિકાનાં ઉપ પ્રમુખ બાધાભાઈ ખાંભલા કારોબારી સમિતીનાં અધ્યક્ષ નયનભાઈ જીવાણી મામંદ ભાઇ પટ્ટા સંજયભાઈ પરમાર હકાભાઇ માકડિયા અશ્વિનભાઇ સહેલી વાળા તેમજ નગરપાલિકા નાં કર્મચારીઓ આરોગ્ય વિભાગ ની ટીમે સારી કામગીરી બજાવેલી હતી.

(11:38 am IST)