Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

પ્રોટીન અને કેલ્શીયમથી ભરપુર

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કાળાતલની ભરપુર આવકઃ ૨૦ કિલોના રૂ.૨૭૦૦ ભાવ

જૂનાગઢ,તા.૧૪: પ્રોટીન અને કેલ્શીયમથી ભરપુર કાળા તલની પણ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આવક થાય છે. આજે જૂનાગઢ યાર્ડમાં ૩૯ કિવન્ટલ કાળા તલની આવક નોંધાઇ હતી. ખેડુતોને કાળા તલનાં પ્રતિ ૨૦ કિલો રૂ. ૨૭૦૦ જેવા ભાવ મળ્યા હતા.

કાળાતલનું કચરીયુ, ચીકી, શરીરને ઉર્જા આપવા સાથે મનને મજબુત કરે છે. કાળા તલ બાળકો માટે ખુબ પૌષ્ટીક છે. જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાળા તલનું વાવેતર થાય છે. ઉપરાંત તમામ ખાદ્યતેલો પૈકી તલનું તેલ ઉત્ત્।મ ગણાય છે. તલ એક અગત્યનો તેલીબિયા પાક હોય ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, ઉત્ત્।ર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તલનું વાવેતર થાય છે. તલ ઉગાડનાર રાજયોમાં ગુજરાત મોખરે છે.

સામાન્ય રીતે સફેદ તલનું વધારે વાવેતર થતુ હોય પણ કાળા તલની માંગ અને તેના વૈજ્ઞાનિક ગુણધર્મો ઉત્ત્।મ હોવાનાં કારણે વિસાવદર પંથકમાં કાળા તલનો વાવેતર વિસ્તાર પણ વધ્યો છે. કાળા તલની સાથે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં સફેલ તલની આજની આવક ૧૨૯ કિવન્ટલ થઇ હતી. જેનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ સરેરાશ ૧૬૦૦ રૂપિયા ખેડુતોને મળ્યા હતા. કાળા તલ પાકવામાં વધુ સમય લેવા સાથે ખેડુતોને વધુ ભાવ આપે છે.

(11:36 am IST)