Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

કોરોના તકેદારીનું કામ કરવા આંગણવાડી બહેનોનો નનૈયો : જેતલસર જંકશનના સરપંચની ફરિયાદ

જેતલસર તા.૧૪ : દેશભરમાં કોરોના વાયરસે મહામારી સર્જતા સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પણઙ્ગ કોરોના બાબતે તકેદારી રાખવા માટે ટીમો બનાવવા આદેશો કર્યા છે. જેતપુર તાલુકા પંથકમાં પણ ટીડીઓએ તમામ ગામડાઓમાં આવી ટીમો બનાવીને કોરોના બાબતે સતર્કતા દાખવવા હુકમ કર્યો હતો.

પરંતુ જેતલસર જંકશનમાં કોરોના ટીમોમાં પ્રારંભિક કામ કરીને હવે આંગણવાડી બહેનો અને આશા વર્કરોનો સહકારનો ન મળતો હોવાની  ફરિયાદ જેતલસર જંકશનના સરપંચ ગોરધનભાઈ વાઘેલાએ રાજકોટ જિલ્લા કલેકટરને કરી છે.

સરપંચે રજુઆતમાં કહ્યું છે કે કાં તો ગામડાઓમાં ચાલતી કોરોના ટીમોને બંધ કરાવો અથવા તો આવી કામગીરીમાં અસહકાર આપનાર આંગણવાડીની બહેનો તેમજ આશા વર્કરો સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં ભરવા જરૂરી છે. જો આમ નહીં કરાય તો સરપંચ પોતે અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો રાજીનામા આપી દેશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.

સરપંચ રજુઆતમાં રોશભેર એવું પણ જણાવ્યું છે કે અમુક કાળી બિંદી સમાન અધિકારીઓ પોતાની ઓફિસમાંથી બાર નીકળ્યા વગર નીચલા કર્મચારીઓને આવી કામગીરી કરવા દબાણ કરતા હોય સામાન્ય રીતે આ વાત અન્યાય જનક લાગે છે.

(11:35 am IST)