Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ઓખા બંદર પરના શ્રમિકોની ધીરજ ખુટી :.. ૪૦૦ ખલાસી મજૂરો હાઇવે રોડ પર પહોંચ્યા

ઓખા : ઓખા બંદર તથા માચ્છીમારી ડાલ્ડા બંદરે હજારોની સંખ્યામાં પરપ્રાંત મજૂરો રહે છે છેલ્લા બે માસથી લોકડાઉનની પરિસ્થિતિમાં ઓખા બંદર પર ફસાયા હતા આજ ૩-જો લોકડાઉન પુરો થવાને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે આમાના કેટલાક શ્રમીકો સાયકલ દ્વારા ઓખા બંદરેથી વતન જવા રવાના થયા હતાં. ત્યારે તેમને ઓખા મરીન ચેક પોઇન્ટ પર રોકી દેવામાં આવ્યા હતાં. અહીં પોલીસ અધિકારી અને વેપારી મંડળના યુવા પ્રમુખશ્રી સહદેવસિંહ પબુભા માણેકે મજૂરોને સમજાવી તા. ૧૪ મી મે ના ટ્રેનની વ્યવસ્થા કરવાની ખાત્રી આપતા તમામ શ્રમીકો કામના સ્થળે પરત કર્યા હતાં. તસ્વીરમાં રસ્તા પર ઉભેલા શ્રમિકો નજરે પડે છે.

(11:33 am IST)