Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા

ભાવનગરના નર્સ કિન્નરી ગામીતે જીવના જોખમે પણ કોરોના દર્દીની સેવાનો નિર્ધાર કર્યો

ભાવનગર તા.૧૪ : કોરોના મહામારીને પરાસ્ત કરવા અનેક કોરોના વોરિયર્સ આજ મેદાને છે. જેમાં નર્સોનો ફાળો પણ ખૂબ મહત્વનો છે. કોરોનાગ્રસ્ત દર્દીની સેવા-સુશ્રુશા કરી તેમને પરિવાર જેવી હૂંફ આપવાની કામગીરી રાજયનો દરેક નર્સિંગ સ્ટાફ આજ સુપેરે બજાવી રહ્યો છે અને તેથી જ આજે વર્લ્ડ નર્સિંગ ડે નિમિતે રાજયના મુખ્યમંત્રીશ્રીએ પણ આ નર્સિંગ સ્ટાફના ખબર અંતર પુછી તેની કામગીરીને બિરદાવી હતી.

ભાવનગરના આવા જ નર્સિંગ કોરોના વોરિયર્સ છે કિન્નરી ગામીત.રૂબરૂ વાતચીત દરમિયાન કિન્નરી જણાવે છે કે હું સુરતની વતની છું અને છેલ્લા ૩ વર્ષથી ભાવનગરની સર તખ્તાસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું. આજે સમગ્ર વિશ્વની સાથે સાથે ભાવનગરને પણ કોરોનાએ ભરડે લીધો છે ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું પણ કોરોના સામેની જંગમાં એક યોદ્ઘા છું. આ મહામારીના સમયમાં મારો પરિવાર મારાથી દૂર છે ત્યારે મેં અહીં આવતા કોરોનાગ્રસ્ત દર્દીને જ મારો પરિવાર બનાવી લીધો છે. કારણ કે એ પણ બહાર નથી જઈ શકતા અને હું પણ.ઙ્ગ

પોતાની સંવેદના વ્યકત કરતાં કિન્નરી ઉમેરે છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા કરતા ભલે અમે કોરોનાગ્રસ્ત થઈ જઈએ, એનો અમને કોઈ અફસોસ નહી રહે. ભલે અમારો જીવ જતો રહે પરંતુ અમે અમારી સેવામાં લગીરે પીછેહઠ નહી કરીયે. અમે અમારી ફરજને સર્વોપરી ગણી તદ્દન ભયમુકત બન્યા છીએ. કારણ કે જો અમે જ ડરશું તો પછી લોકોને હિંમત કોણ આપશે એમ કહી કિન્નરીએ ફરી વખત ઉમેર્યું કે આવા વખતે અમે પાછળ નહિ હટીએ પછી ભલે જીવ પણ કેમ ન આપવો પડે.

કિન્નરી ગામીતે મુખ્યમંત્રીશ્રીએ કરેલ વિડીયો સંવાદ અંગે જણાવ્યું હતુ કે આજે મેં ખરા અર્થમા વર્લ્ડ નર્સિંગ ડે ઉજવ્યો. મુખ્યમંત્રીશ્રીએ અમારા ખબર-અંતર પૂછ્યા, અમારી કામગીરીને બિરદાવી એને હું મારું સૌભાગ્ય માનું છું. આ ક્ષણ મને આજીવન યાદ રહેશે. પ્રશાસન અમને કોઈપણ તકલીફ કે મુશ્કેલી હોય તો એની ચિંતા કરે છે અને અમારી નાનામાં નાની જરૂરિયાત અંગે પણ કાળજી લે છે. એ બાબત મારા માટે ખૂબ સંતોષકારક છે. પ્રસાસને મારા માટે ભ્ભ્ચ્ કિટ, ભોજન તેમજ રહેવાની વ્યવસ્થા કરી છે. મારા ઉપરી અધિકારીઓ પણ મારી એટલી જ કાળજી લે છે. હું હાલ બહાર નથી જઈ શકતી તો મારી જીવન જરૂરિયાત અંગેની તમામ વસ્તુઓ માટે તેઓ મને મદદ કરે છે, મારા કામને બિરદાવે છે અને આ બધી જ બાબતો મને કોરોના સામે લડવાનું વધુને વધુ જોમ પુરૂ પાડે છે.

(11:32 am IST)