Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

વેરાવળ ના ભેટાળી ગામમાં જમીન દબાણ પ્રશ્ને કલેકટરને રાવ

સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા આવેદન પત્ર પાઠવ્યુ

પ્રભાસ પાટણ,તા.૧૪:વેરાવળ તાલુકાના ભેટાળી ગામમાં અનુ.જાતિ ના ૩૨ પરિવાર આશરે ૪૦ વર્ષ થી જમીનમાં કબ્જા ભોગવટો ધરાવી બંઝર જમીન ને ખેતી લાયક બનાવી ખેતી કરી તેમના પરિવારનુ ભરણપોષણ કરે છે. આ જમીન ઉપર લેભાગુની નજર પડતા આ જમીનમાં માઈનીગ કરી. આ જમીન એનકેન પ્રકારે ખાલી કરી આ પરિવાર ને જમીન વિહોણા કરવાનો પ્લાન બનાવી સ્થાનિક લોકોને અનુ.જાતિ પરિવારો પર દબાણ લાવી હાલ લોકડાઉનના સમયમા બહારથી જેસીબી મંગાવી કામ ચાલુ કરી પરિવારોને હટાવવા પ્રયાસો કર્યા હતા.

આ પ્રશ્ને સ્થાનિક પરિવારની રજુઆત સાભળી સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા જિલ્લા કલેકટરઙ્ગ ગીર સોમનાથ અને લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરી આ જમીનના કબ્જા ભોગવટો વર્ષો થી ધરવતા દલિત પરિવાર પાસે રહે તેવી માગણી કરેલ અનયાથે દલિતો અને કબ્જા ખાલી કરાવતા તત્વો વચ્ચે અધટિત ઘટના ન બને તે પહેલાં તંત્ર દ્વારા ન્યાયના હિતમાં કાર્યવાહી કરવા જણાવ્યું તેમ સૌરાષ્ટ્ર દલિત સંગઠન ઝોનલ સંયોજક ગોવિંદભાઈ ચાવડાની યાદીમાં જણાવાયું છે.

(11:31 am IST)