Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

સજ્જનપર ધુનડાની સીમમાં રબારી પિતા-પુત્ર પર કુટુંબીજનોનો હુમલો

જમીનના ડખ્ખો કારણભુતઃ સામા પક્ષે હુમલાખોરના મિત્ર નારણભાઇ લામકાને ઇજા

રાજકોટ તા. ૧૪: વાંકાનેર રહેતાં રમેશભાઇ કાથડભાઇ હવી (રબારી) (ઉ.વ.૪૬) તથા તેના પુત્ર રણજીત રમેશભાઇ હવી (ઉ.૨૧) ગઇકાલે સજ્જનપર ધૂનડાની સીમમાં પોતાની વાડીએ હતાં ત્યાર રમેશભાઇના ભાઇ હમીરભાઇ તથા તેના પુત્ર સુભાષ અને મિત્ર નારણ ચોથાભાઇ લામકાએ મળી ધોકાથી હુમલો કરી બંનેને માર મારતાં ટંકારા  સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સામા પક્ષે વાંકાનેરના નારણભાઇ ચોથાભાઇ લામકા (ભરવાડ) (ઉ.૬૪) પણ પોતાના પર રમેશભાઇ, જયુ, રાણા, વિજય સહિતે કુહાડીથી હુમલો કરવામાં આવ્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે. રમેશભાઇને તેના ભાઇ હમીરભાઇ વચ્ચે જમીનનો જુનો ડખ્ખો ચાલતો હોઇ ગઇકાલે બોલાચાલી થતાં હમીરભાઇએ મિત્ર નારણભાઇ સાથે મળી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

(11:28 am IST)