Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ગોંડલમાં ૩ ગુણી સોપારી સાથે બે સગાભાઇ પકડાયા

 ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે આશાપુરા ચોકડી પાસે ફરજ બજાવતા પીએસઆઇ એન. વી. હરિયાણી, રામવિજયસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને પુરપાટ ઝડપે દોડી ને આવી ઉભી રહેલ ઇકો કાર જીજે-૩-જે. આર. પ૪૯૦ ઉપર શંકા જતા તેની તલાસી લેતા તેમાંથી હાલના સંજોગોમાં મહામૂલી બનેલી સોપારીની ત્રણ ગુણી મળી આવતા અમરીશ ગીરધરભાઇ ભુવા રહે ધુળસીયા તાલુકો ગોંડલ અને તેનો ભાઇ અમીતની ધરપકડ કરી રૂ. ર૮૮૭ર૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. તસ્વીરમાં સોપારીના જથ્થા સાથે પકડાયેલ બન્ને શખ્સો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:25 am IST)