Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

વેરાવળના સવની ગામેથી શ્રમિકો વતન જવા રવાના

 પ્રભાસ પાટણઃ કોરોનાની વૈશ્વિક મહામારીના મુશ્કેલ સમયમાં વેરાવળ તાલુકાના સવની ગામે ૫૧ અને ભેટાળી ગામના ૧૪ મળી કુલ ૬૫ જેટલા પરપ્રાંતિઓ શ્રમિકોને બે ખાનગી સ્લીપર બસોમાં મધ્યપ્રદેશ ખાતે મોકલવામાં આવેલ છે. આ બંન્ને બસને સેનેટાઈઝ કરી શ્રમિકોની સવની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આજોઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યની તપાસ અને સ્ક્રીનીંગ કરીને તેમજ માસ્ક આપીને બેસાડવામાં આવ્યા હતા. તેમજ સુકો નાસ્તો, અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રમિકોને તેમના વતન રવાના કરવામાં આવતા શ્રમીકોએ જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભાળ લેવામાં આવી હતી અને અમને વતન મોકલવા વ્યવસ્થા કરવા બદલ વહીવટી તંત્રનો હદયથી આભાર માનીએ છીએ. વેરાવળ મામલતદારશ્રી એચ.કે.ચાંદેગરા દ્વારા વતન જવા વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી. શ્રમિકોને વતન લઇ જતી બસની તસ્વીર.

(10:39 am IST)