Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ગોંડલમાં કોરોના યોધ્ધાઓને બિલા શરબતઃ

ગોંડલઃ કોરાનાની મહામારી સામે લડતા યોદ્ઘાઓ માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિ ગોંડલની મહિલાઓ દ્વારા પવિત્ર બીલીના ફળ (બિલા) નું આયુર્વેદિક પધ્ધતિ થી સરબત બનાવી પોલીસ પ્રસાશનના કોરોના યોદ્ઘાઓ ને વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સીટી પોલીસ મથકના પ્રોબેશનલ પીઆઇ રોમા ધડુંક હાજર રહ્યા હતા અને મહિલાઓની કોરોના યોદ્ઘા પ્રત્યેની જહેમત ને બિરદાવી હતી. મહિલાઓ દ્વારા શહેરની તમામ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ પ્રસાશનને સરબત પીવડાવવા આવ્યું હતું.

(10:36 am IST)