Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરવા ઝાલાવાડની બે ગ્રામ પંચાયતોએ બનાવ્યા પોતાના નિયમો

લોકડાઉનના નિયમોનું પાલન કરી અન્યોને દિશા દર્શન કરાવી રહયાં છે સજ્જનપુર અને જુના ઘનશ્યામગઢ ગ્રામજનો

સુરેન્દ્રનગર,તા.૧૪: 'ગામના મુખ્ય પ્રવેશદ્વાર સિવાયના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે. ગામના અને બહારગામથી આવતા કોઈપણ વ્યકિતએ ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ મેળવવાનોઙ્ગરહેશે અન્યથા કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ગામમાં કોઈના સગા સંબંધીને પ્રવેશ આપવામાં આવશે નહીં, જેથી કોઈપણ વ્યકિતએ તેમના સગા-સંબંધીઓને બોલાવવા નહિ.' ગ્રામજનો માટેની આ સૂચનાઓ આપી છે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગ્રામ પંચાયતે.

કોરોનાઙ્ગ મહામારીના સંક્રમણને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર અને જૂના ઘનશ્યામગઢ ગામોએ લોકડાઉનનાના પાલન માટે પોતાના નિયમો બનાવી સ્વયંભૂ ગામ બંધ રાખીને અન્યોને ઉદાહરણ પૂરું પાડયું છે.

     આ સજ્જનપુરઙ્ગ ગ્રામ પંચાયતના લોકડાઉન વિશે વિગતવાર માહિતી આપતા ગામના તલાટીએ જણાવ્યું હતું કે, પ્રથમ લોકડાઉન ૨૧ દિવસનું જાહેર કરવામાં આવ્યું ત્યારે તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા આપેલ સૂચનાઓને અમલી બનાવવા માટે ગામના સરપંચશ્રી અને આગેવાનો દ્વારા ગામને સંપૂર્ણ લોકડાઉન કરવાનું આયોજન કર્યું. જે અન્વયે એક કમિટીની રચના કરી. ત્યારબાદ ગામની તમામ ૧૩ શેરીઓને બંધ કરી ગામના એક જ મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત ગામના પ્રવેશદ્વારે બહારથી આવનાર તમામનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. તેમજ ગામમાં ચુસ્તપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવીને જ શાકભાજીનું વિતરણ કરવામાં આવે છે. શરૂઆતમાં લોક ડાઉનના ભંગ બદલ બે વ્યકિતને રૂપિયા બે હજાર લેખે ૪૦૦૦ રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ ગ્રામજનોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી.

સજનપુર ગામના જ આગેવાન સુરેશભાઈ પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, કોવિડ- ૧૯ બાબતે સરકારશ્રીના જે આદેશ છે, તે બાબતે અમારી પંચાયત ખૂબ જ જાગૃત છે. લોકડાઉનના પાલન માટે અમારા ગામની તમામ શેરીઓ બંધ કરવામાં આવી છે અને ગામના તમામ લોકો લોકડાઉનના નિયમો પાળવા સહકાર આપી પંચાયતોના આદેશોનું પાલન કરે છે.

સજ્જનપુરની જેમ જ લોકડાઉનના નિયમોનું આવું જ ચૂસ્તપણ પાલન કરી રહયાં છે, ધ્રાંગધ્રાના જ જુના ઘનશ્યામગઢ ગામના લોકો. આ ગામની વાત કરતા ગામના તલાટી અસ્મિતાબેન પટેલે જણાવે છે કે, ગામમાં પંચાયતના આદેશ મુજબ કોઈ સભ્ય બહાર જતા નથી, તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરે છે. આ ગામને ત્રણથી ચાર વાર સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. ગામમાં બહારથી શાકભાજી પણ લાવવામાં આવતું નથી. અને બને ત્યાં સુધી ગામલોકો તેમના ખેતરમાંઙ્ગ ઉગાડેલું શાકભાજી જ ઉપયોગમાં લે છે. આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા ડોર ટુ ડોર તપાસ કરી બહારથી કોઈ આવ્યું નથી તેની સતત તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં અમને ગામનો સંપૂર્ણ સાથ - સહકાર મળી રહ્યો છે.

        જૂના ઘનશ્યામગઢના આગેવાન વિપુલભાઈ પટેલઙ્ગકહે છે કે, જયાંથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારથી અમારા ગામમાંથી કોઈ બહાર ગયું નથી અને બહારથી કોઈ આવ્યું નથી. પંચાયત દ્વારા કરવામાં આવેલ આદેશ અન્વયે ગ્રામજનો દ્વારા ફરજીયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવામાં આવે છે. તેના કારણે અમારા ગામમાં કોઈ જ તકલીફ નથી. દેશને જો આ રીતે લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે તો આ કોરોના સામેની લડાઈઙ્ગઆપણે જીતી શકીશું.

(10:34 am IST)