Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

મોરબીમાં કોરોન્ટાઇન લોકોને યોગઃ

મોરબીઃ મોરબી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા વીરપર નાલંદા શાળા, વાંકાનેર મોડેલ શાળા અને ઘૂટું પોલીટેકનીક કોલેજ ખાતે કોરોનટાઈન ફેસીલીટી કાર્યરત હોય જયાં રાખેલ લોકોને યોગ અભ્યાસ કરાવવા સુચના અન્વયે મોરબીના યોગ ટ્રેનર વાલજીભાઈ ડાભી યોગ કરાવી રહ્યા છે. રાજયના અધિક મુખ્ય સચિવ મહેસુલની વિડીયો કોન્ફરન્સની ચર્ચા અન્વયે જીલ્લા કલેકટર અને આરોગ્ય અધિકારીની સુચના મુજબ કવોરનટાઈન ફેસીલીટીમાં યોગનું આયોજન કરાયું હતું ઘૂટું પાસેની પોલીટેકનીક કોલેજ ઘૂટુંમાં કોરોનટાઈન કરેલ લોકોને મોરબી તાલુકા હેલ્થ ઓફીસના સહયોગથી યોગ ટ્રેનર વાલજીભાઈ ડાભીએ  યોગ કરાવ્યા હતા. તે તસ્વીર.

(10:33 am IST)