Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

રાજકોટ -મોરબી જિલ્લામાં ટેકાના ભાવે કપાસ ખરીદી કેન્દ્રો ખોલવા મોહનભાઇ કુંડારિયા દ્વારા રજુઆત

મોરબી,તા.૧૪: રાજકોટ અને મોરબી જીલ્લામાં ટેકાના ભાવે કપાસની ખરીદી કેન્દ્રો ખોલવાની માંગ કરી સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને રજૂઆત કરી છે.

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજરને રજૂઆત કરી જણાવ્યું છે કે રાજકોટ પીએમસી ના ચેરમેન ડી કે સખીયા, મોરબી પીએમસીના ચેરમેન મગનભાઈ વડાવીયાની રજૂઆત મુજબ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ચોમાસાની સીઝન નજીક આવતી હોય ખેડૂતોને ખરીફ બિયારણ અને ખાતરની ખરીદી કરવાની હોય ખેડૂતોનો કપાસ વેચાય તો જ વાવેતરનું આયોજન કરી સકે. કેન્દ્ર તેમજ રાજય સરકારની યોજનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિત માટે રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ઝીલરીયા ખાતે કેન્દ્ર ચાલુ રાખવું આ માટે તાત્કાલિક એટલા માટે જરૂરી છે. ખેડૂતોના દ્યરમાં કપાસ હોવા છતા ખેડૂતો વેચાણ કરીને પૈસા મેળવી સકતા નથી માટે ખેડૂતોમાં દ્યણો જ આક્રોશ છે ખેડૂતો રોડ પર ના આવી જાય અને અનિચ્છનીય બનાવ ના બને એટલા માટે તાત્કાલિક ખરીદી કેન્દ્રો મંજુર કરવા યોગ્ય કાર્યવાહી કરવા ખાસ ભલામણ સહ વિનંતી રજુઆતમાં કરી છે.

(10:32 am IST)