Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

મોરબીના મોટી બરારમાં ફસાયેલા મજુરોને વતન જવા માટે વ્યવસ્થાના ઠેકાણા નથી

ભોજન માટે પણ સાંસાં: કલેકટરને રજુઆત

મોરબી,તા.૧૪: કોરોના લોકડાઉનમાં સૌથી કફોડી હાલત શ્રમિકોની થવા પામી છે શ્રમિકોને વતન પરત મોકલવાની કવાયત કરવામાં આવી રહી છે આમ છતાં અનેક શ્રમિકો ફસાયેલા જોવા મળે છે માળીયાના મોટી બરાર ગામે ૪૦ શ્રમિકો આવી જ સ્થિતિમાં જોવા મળે છે જેને વતન જવાના કોઈ ઠેકાણા નથી તો ભોજનની વ્યવસ્થા પણ તંત્ર કરતુ નથી. તેવી ફરિયાદો ઉઠી છે.

માળીયાના મોટી બરાર ગામ પાસે યુપી અને ઉતરાખંડના ૪૦ જેટલા શ્રમિકો બાળકો સાથે અહી છૂટક મજુરી કરતા હોય જેને હાલ ગામના ખરાવાડમાં રાખવામાં આવ્યા છે અને આનંદી સંસ્થા દ્વારા છેલ્લા ૪ દિવસથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તંત્રને આ અંગે રજૂઆત કરી હતી માળીયા સ્થાનિક તંત્ર અને જીલ્લા કલેકટરને શ્રમિકો માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી છતાં કોઈ વ્યવસ્થા કરાઈ નથી.

શ્રમિકોએ મેડીકલ સર્ટિ અને ટ્રેન માં વતન જવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે જોકે વતન પરત મોકલવાની વ્યવસ્થા થઇ નથી તો હાલ તેઓના ભોજનની વ્યવસ્થા થતી ના હોય જેથી શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે.

(10:31 am IST)