Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જૂનાગઢના પરપ્રાંતિય શ્રમિકો પરિવારોને વહિવટી તંત્ર દ્વારા અપાઇ ભાવપૂર્ણ વિદાય

શ્રમિકોને ફુડ પેકેટ પાણીની બોટલની સુવિધા પણ અપાઇ

જૂનાગઢ ,તા.૧૩: ગુજરાત એ રોજગારી પુરૂ પાડતુ રાજય છે. એ વાત કોરોનાં સંક્રમણ રોકવા લેવાયેલ લોકડાઉનના સમયગાળામાં ગુજરાતનાં પાડોશી રાજયો તો ઠીક ભારતભરનાં વિવિધ પ્રદેશનાં અનેક શ્રમજીવીઓ ગુજરાતને કર્મભુમિ બનાવી અહીં પોતાનાં પરિવારની જરૂરીયાતો સંતોષે છે, સાથે સારી રોજગારી મેળવી બે પૈસા કમાઇને વતનમાં પોતાના પરિવાર માટે ઉપયોગી બની રહે છે. સોરઠના અતિથિ આ શ્રમિકો માટે જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓએ પરિવાર ભાવનાથી ફરજ નિભાવી તેમને વતનમાં વિદાય કર્યા કરી રહ્યા છે.

આ શ્રમજીવીઓને જૂનાગઢ જિલ્લા પ્રશાસનનાં નાના-મોટા અધિકારી-કર્મચારી રાત-દિવસની પરવા કર્યા વિના તેમની પ્રત્યેક આવશ્યકતા પુરી કરવા તત્પર જોવા મળ્યા હતા. જિલ્લા પ્રશાસનનાં અધિકારી-કર્મચારીઓ સમયની તો ઠીક પણ સ્થળની ખેવના કર્યા વિના શ્રમિકોને ભોજન-પાણીની કીટ બનાવવા જમીનપર પલાંઠી વાળીને આરોગ્યપ્રદ અને સલામત ભોજન કીટ બનાવતા જોવા મળ્યા હતા. સાથે કહેતા  હતા... ભાઇ પાણી અને જમવાનું પર્યાપ્ત લઇ લેજો... લાંબી મુસાફરી છે... છોકરાવ ભુખ્યા થશે... વધારે સાથે રાખજો.... આવો ભાવ વ્યકત થતો હતો.           

            તો કયાંક પાણીની બોટલ યાદ કરી કરીને શ્રમીકોને હાથમાં પહોંચતી કરતા હતા.... આ કર્મચારી-અધિકારીઓ એવા  હતા કે જે ટેબલ ખુરશી પર બેસી વહીવટી કામ કરતા હોય જેમનાં માથે પંખો ફરતો હોય... પણ સોરઠનાં અતિથિ બનીને વતનવાપસી કરી રહેલા શ્રમિકોને આ તંત્રનાં કર્મચારીઓએ પરિવારનાં પોતીકાભાવથી રંગી દીધા હતા... હોદો અને પદની પરવા છોડી ભાતૃભાવની અહીં જાણે લાગણીની છોળો ઉડતી જોવા મળી હતી.(

(10:31 am IST)