Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જૂનાગઢમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે વિડીયો કોન્ફરન્સ થકી માર્ગદર્શન અપાયું

રિલાયન્સ ફાઉન્ડેશન આત્મા પ્રોજેકટના ઉપક્રમે

જૂનાગઢ,તા.૧૪:  રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્ત્।ે પ્રાકૃતિક ખેત પેદાશ દ્વારા રોગ પ્રતિકારક શકિત વધે તે હેતુથી ખેડૂતોને લોકડાઉનના સમયમાં પ્રાકૃતિક ખેતી ની સૌપ્રથમ વખતઙ્ગયુ ટયુબ લાઈવ દ્વારા કોન્ફરન્સ યોજવામાં આવી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોઙ્ગઙ્ગઅને પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તેમજ આત્મા પ્રોજેકટ જૂનાગઢ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનની ઇન્ફર્મેશન સર્વિસીસના સહયોગથીઙ્ગઙ્ગસૌપ્રથમ વખત પ્રાકૃતિક ખેતી નીYou Tube live  કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ ખાતેઙ્ગલ્ભ્ફજ્ઙ્ગઙ્ગજિલ્લા સંયોજક ડો.રમેશ સાવલિયા તેમજ આત્મા પ્રોજેકટ ડાયરેકટર એમ. એમ.કાસોન્દ્રા, તથા તેના સહયોગીઙ્ગ,ઙ્ગડો. હાર્દિક  લખાણીઙ્ગ,ઙ્ગજયદીપઙ્ગઙ્ગપટોડીયા,ઙ્ગકલ્પેશ પરમાર, રોહિત જલુ અને આત્મા પ્રોજેકટના અધિકારી, ફાર્મર ફ્રેન્ડ, માસ્ટર ટ્રેનર તેમજ આ પ્રાકૃતિક ખેતીના પ્રચારક ખીમજીભાઈ ચંદ્રવાડીયાઙ્ગના વડપણ નીચેઙ્ગYouTube લાઈવ કાર્યક્રમ યોજાયેલ. જેમાં જૂનાગઢ ગીર સોમનાથ સાથે સાથે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ લાઈવ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન, પ્રાકૃતિક ખેતીના લાભાલાભ અને પ્રાકૃતિક ખેતી થીઙ્ગઙ્ગતંદુરસ્ત અને સમૃદ્ઘ સમાજના નિર્માણઙ્ગઙ્ગમાટે આ પદ્ઘતિ અપનાવી કૃષિ ક્ષેત્રે આગળ વધવા આહવાન કરાયું.

આગામી ચોમાસુ સીઝનમાં પ્રાકૃતિક ખેતીની તૈયારીઓ જીવામૃત દ્યન જીવામૃતઙ્ગઙ્ગબીજામૃત,ઙ્ગઙ્ગઅગ્નિઙ્ગઙ્ગઅસ્ત્ર,ઙ્ગઙ્ગ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્રઙ્ગઙ્ગદસપર્ણી અર્ક, સપ્તઙ્ગઙ્ગધાંન્યાંકુર અર્ક,ઙ્ગઙ્ગમલચિંગ,ઙ્ગ મિશ્ર પાક,ઙ્ગઙ્ગઅળસિયાનું ખાતર વગેરે જેવી પદ્ઘતિના પ્રયોગથી ખેતીમાં ફરીથી નવા આયામો સર કરવા ખેડૂતોને ખાસ માર્ગદર્શિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ખેડૂતોએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું.

આ કોન્ફરન્સમાં રિલાયન્સ ફાઉન્ડેશનના હરેશભાઈ ગજેરા,ઙ્ગઅમિત મસાણી,ઙ્ગ અસ્લમ જૂનેજા,ઙ્ગભાવેશ પટેલ  તથા પ્રોગ્રામઙ્ગઙ્ગસપોર્ટર કલ્પેશ પંડ્યા,ઙ્ગઙ્ગજીતેન્દ્ર વણિકઙ્ગ,ઙ્ગતેમજ અલગ-અલગ જિલ્લાના રિલાયન્સ ફાઉન્ડેશનના તમામ પ્રોગ્રામ સપોર્ટર દ્વારા  વધુમાં વધુ લોકોને આઙ્ગYouTube live કાર્યક્રમ ની લીંક ને શેર કરી ખેડૂતોને જોડ્યા હતા. આ કાર્યક્રમ જૂનાગઢ થી સંચાલિત હતો પરંતુ સમગ્ર ગુજરાત રાજયના ખેડૂતોએ આઙ્ગYouTube લાઈવ કાર્યક્રમ લાભ લીધો હતો.

(10:28 am IST)