Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ઉના-ગીરગઢડા તાલુકાના આરોગ્‍ય કર્મચારીઓને પીપીઇ કીટ તથા એન-૯પ કીટ આપવા માંગ

ઉના, તા. ૧૪ : ઉના-ગીરગઢડા તાલુકામાં ફરજ બજાવતા આરોગ્‍ય કર્મચારીઓને સુરક્ષાના ટાંચા સાધનોને કારણે જાનના જોખમે કાર્ય કરે છે તેમને સંક્રમણ થાય તો જવાબદાર કોણ ? તે પ્રશ્ન છે. આરોગ્‍ય કર્મચારીઓને પીપીઇ કિટી, એન-૯પ જેવી કીટ આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

ઉનામાં તથા ગીરગઢડામાં પણ છેલ્લા દિવસોમાં પાંચથી વધુ કોરોના વાયરસ પોઝીટીવ કેસો બહાર આવેલ છે. છેલ્લા ૪પ દિવસ ઉના-ગીરગઢડા તાલુકાના આરોગ્‍ય કર્મચારીઓ તાલુકાના ગામડે ગામે તથા ઘરે ઘરે જઇ લોકોની આરોગ્‍યની ચકાસણી કરે છે.

શંકાસ્‍પદ સંક્રમિત લોકોને પણ તપાસે છે. ત્‍યારે આરોગ્‍ય કર્મચારીઓને તેમના રક્ષણ સુરક્ષા માટે માત્ર સાદા માસ્‍ક અને સાદા હેન્‍ડ ગ્‍લોઝ અપાય છે ત્‍યારે કીટ તથા એન-૯પ માસ્‍ક આપવા જોઇએ પણ અપાતા નથી. ભવિષ્‍યમાં તે લોકો સંક્રમિત થાય તો જવાબદાર કોણ ?

હાલ પોલીસ કર્મચારીઓ તથા આરોગ્‍ય કર્મચારીઓ તેમના જીવના જોખમે કામ કરી રહ્યા છે. સરકાર દ્વારા તાલુકા અને ગ્રામ્‍ય કક્ષના અધિકારી તથા કર્મચારીઓ વહેલી તકે તેમની સુરક્ષાની કીટ અપાય તેવી માંગણી ઉઠી છે.  

(10:18 am IST)