Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

કોરોના વચ્‍ચે મદદની અમરેલીની અમીધારા સેવા સહકારી મંડળીઓ અને ૨૮૪ ખેડૂતો દ્વારા વડાપ્રધાન રાહત ફંડમાં ધનરાષી જમા

દેશની આર્થિક ક્ષમતા નબળી નહી પડવા દઈએઃ અમરેલીના ખેડૂતોનો આર્થિક સહયોગ

અમરેલી, તા. ૧૪ :. સંત અને સુરાની ભૂમિ સૌરાષ્‍ટ્ર અને તેમા પણ અમરેલી અલગ જ ભોમકા અહીં આશરો અને આવકારો બન્નેનો સંગમ, કોરોનાની મહામારીમાં પણ અમરેલીના ખેડૂતોનું ખમીર છલકાતુ રહે છે અને ભારતના વડાપ્રધાનને આર્થિક સહયોગ આત્‍મવિશ્વાસપૂર્વક આપી રહ્યા છે. સાથો સાથ દેશના નાગરિકોની સુખાકારી માટે અર્થતંત્રને સહકાર આપી રહ્યા છે. ખેડૂતોના પ્રેરણાસ્‍ત્રોત દિલીપ સંઘાણીની અપીલને સમર્થન સાથે આગળ આવી રહ્યા છે જે કામગીરીને જીલ્લા બેંકના જનરલ મેનેજર બી.એસ. કોઠીયા માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે.

તા. ૧૩ મે ના રોજ ૨૮૪ ખેડૂતો અને મંડળીઓ દ્વારા રૂા. ૪૬,૪૫૦થી પણ વધુ ધનરાષિ પી.એમ. કેરમા જમા કરવા સાથે સમગ્ર માનવ જાતિના આરોગ્‍ય માટે પ્રાર્થના કરી સ્‍વસ્‍થ સમાજની રચના માટે સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ જાળવવા અને બીનજરૂરી બહાર ન નિકળવા સંકલ્‍પબદ્ધ બનવા અપીલ કરી હોવાનું અખબારી યાદીમાં જણાવાયેલ છે.

(10:16 am IST)