Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ભાવનગર જિલ્લામાં વધુ ર પોઝિટિવ સાથે કેસની સદી

અત્‍યાર સુધીમાં કુલ ૧૦૧ કોરોના પોઝીટીવ

ભાવનગર તા. ૧૪ : ભાવનગરમાં મોડી રાત્રે વધુ બે કેસ પોઝિટિવ આવતા જિલ્લાનો કુલ પોઝિટિવ આંક વધી ૧૦૧ થયો છે.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલાવણ ગામમાં વધુ એક કેસ લાલજી જગદીશભાઇ નકુમ (ઉ.ર૩) નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે તેમજ લાલજીભાઇ જગદીશભાઇ નકુમના સગા મુકતાબેન બાંભણીયા (ઉ.૪૦) નો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્‍યો છે. આ ર પોઝિટિવ કેસ સાથે ભાવનગરનો કોરોના પોઝિટિવ કેસ સાથે ભાવનગરનો કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૦૧ થયો છે.

(10:14 am IST)