Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ઓહ.. ચાર દીકરી પછી દીકરો ન થતાં માતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મુન્દ્રાના બેરાજા ગામની ઘટના, દીકરા દીકરી વચ્ચેનો ભેદ ભુલાવવા માટેના પ્રયાસો વચ્ચે અરેરાટીભરી ઘટના

(ભુજ) સંતાનો વચ્ચેનો ભેદભાવ ભુલાવવા માટે 'દીકરા દીકરી એક સમાન' જેવા સૂત્રો સાથે આજે સમાજમાં જાગૃતિ અણવા સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓ સતત પ્રયત્નશીલ છે. પણ, કમનસીબે હજીયે વધુ જાગૃતિની જરૂર છે. મુન્દ્રાના બેરાજા ગામે બનેલો બનાવ એ સૂચવે છે કે, હજીયે આપણે દીકરા દીકરી વચ્ચેના ભેદ ભુલાવવા માટે વધુ જાગૃતિભર્યા પ્રયાસો કરવાની જરૂરત છે. બેરાજા ગામની ૩૬ વર્ષીય પરિણીતા મીનાબેન અરવિંદ મહેશ્વરીએ પુત્ર પ્રાપ્તિની ઝંખનામાં પોતાને ઘેર ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. મૃતક મહિલા મીનાબેનને ચાર દીકરીઓ છે. પણ, સંતાનમાં પુત્ર ન થતાં મીનાબેનને સતત દુઃખ રહેતું હોઈ તેણીએ આત્મહત્યા કરી હોવાનું તેમના પતિ અરવિંદ બુધા મહેશ્વરીએ જણાવ્યું હતું. આ બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:56 am IST)