Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

કંડલા પોર્ટ ઉપર જેટી સાથે જહાજ ટકરાતાં દોડધામ, જેટીને નુકસાન

એક ટગથી જહાજ કિનારે લઈ અવાતાં સર્જાઈ દુર્ઘટના

(ભુજ) કંડલા પોર્ટ ઉપર જેટી સાથે જહાજ અથડાવાની ઘટનાએ દોડધામ સાથે ચર્ચા સર્જી છે. 'પ્રિન્સેસ સુઝાન' નામના જહાજને બે નંબરની જેટી ઉપર લઈ આવતી વેળાએ આ દુર્ઘટના  થઈ હતી જેમાં જેટી તેમ જ જહાજ બન્ને ક્ષતિગ્રસ્ત થયા હતા. જોકે, આ મામલે દોડધામ મચ્યા બાદ કોઈ સત્તાવાર જાણકારી અપાઈ નહોતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરિયામાંથી જહાજને જેટી (કિનારે) લઈ આવતી વખતે બે ટગને બદલે એક ટગનો ઉપયોગ કરાતાં પવનને કારણે જહાજ સંતુલન છોડીને જેટી સાથે ભટકાયું હતું. આ બનાવ બાદ અધિકારીઓ પોર્ટ ઉપર દોડી ગયા હતા અને જેટીને શું નુકસાન થયું છે, તેનું નિરીક્ષણ કર્યું હતું.

(9:55 am IST)