Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ગાંજાના આરોપીને કોરોના વળગતાં પૂર્વ કચ્છના ૩૫ પોલીસકર્મી ઘેર બેઠા

આરોપીના સંપર્કમાં આવેલા બે અન્ય કેદીઓ લોકઅપમાંથી નાસી છૂટતાં તેમને શોધવા દોડધામ

(ભુજ) પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપેલા ગાંજાનો આરોપી કોરોના પોઝિટિવ નીકળતાં હવે પોલીસ કર્મીઓ ધંધે લાગ્યા છે. આ  આરોપીના સંપર્કમાં આવેલા પૂર્વ કચ્છના ગાંધીધામ એસઓજી પીએસઆઇ સહિત ૨૩ પોલીસ કર્મીઓ અને અંજાર પોલીસ સ્ટેશનના ૧૨ પોલીસ કર્મીઓને અત્યારે હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. જે પૈકી અત્યારે ૨૩ ના સેમ્પલ લેવાયા છે. વળી, આ કોરોના પોઝિટિવ આરોપીની સાથે લોકઅપમાં રહેલા અન્ય હરેશ અને ચારણ નામના અન્ય બે કેદીઓ નાસી છૂટ્યા હોઈ હવે તેમને પકડવા પોલીસે દોડધામ શરૂ કરી છે.

(9:52 am IST)