Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સરકાર ખેડૂતોને વિજળી, પાણી, પૂરતા ભાવ ન આપે તો કેવી રીતે સ્વનિર્ભર થાય ? બાબરા કોંગ્રેસના પ્રહારો

(મનોજ કનૈયા દ્વારા) બાબરા તા. ૧૪ : દેશની પ્રથમ એવી સરકાર છે કે ખેતી પ્રધાન દેશ ના ખેડૂતો ને બરબાદ કરી ને પણ વિકાસ ની વાતો કરે છે. સૌ જાણે છે ખેતી પ્રધાન દેશનો વિકાસ ત્યારેજ થાય જયારે ખેડૂતોનો કે ખેતીનો વિકાસ થાય. રાજુલાના વતની અને હાલ સુરત શહેર કોંગ્રેસના અગ્રણી અને કોર્પોરેટર નિલેષભાઇ કુંભાણીઙ્ગએ ગુજરાત ભાજપની રાજય સરકાર સામે અને સવાલો કર્યાઙ્ગ છે. આ દેશમાં આજે પણ ૭૦% વસ્તી ગામડામાં વસવાટ કરે છે અને તેનો મૂળ વ્યવસાય ખેતી છે. ખેતી અને ખેત મજદૂરીએ ગ્રામ્ય વસ્તીની આવક કે જાવકનું એક માત્ર સાધન છે. આજે પણ ભલે ઉદ્યોગિકરણની વાતો થાય પણ ગામડામાં કોઈ ઉદ્યોગો નથી. અથવા તો ગ્રામ્ય પ્રજાને રોજગારી આપતા નથી. દેશની પ્રજાને ધન્ય પકાવી પૂરું પાડનાર કે દેશમાં સ્વેત ક્રાંતિ નું સર્જન કરનાર પણ ખેડૂત એટલેકે પશુ પાલક છે. દેશમાં જરૂર પ્રમાણે સિંચાઈ વ્યવસ્થા નથી. અને જે કાંઈ સિંચાઈ વ્યવસ્થા છે તે કોંગ્રેસ સરકારોની દેન છે.

કુદરતી રોજીના આધારે નભતો ખેડૂત કરજ લઇ ખાતર, બિયારણ, દવા, સાતી નો જુગાડ કરે..પણ વરસાદ સમયસર ન થાય એટલે ખેડૂતની બરબાદીનો પાયો નંખાય.. કૂવામાં હોય તો અવાડામાં આવે. વરસાદ ન હોય અથવા નિયમિત ન હોય તો ખેડૂતને વહેલું ગઢપણ આવી જાય..

એક સમય હતો ડાયાબિટીસ માત્ર એ.સી.માં બેસનાર ને થતો..હવે કાળી મજદૂરી કરનાર ખેડૂતને પણ થાય છે. માત્ર કારણ માનસિક ટેનશન.. સરકાર આ ખેતી પ્રધાન દેશના ખેડૂતો ને ન પાણી આપે..ન વીજળી આપે..અને ન ભાવ આપે..તો ખેડૂત કે ખેતી કેમ સ્વનિર્ભર થાય..?

ભાજપ સરકારના પાંચ વર્ષ ખેડૂતોને દેવાદાર બનાવવા માટે જવાબદાર છે. માટે ખેડૂતો દેવું માફ કરવાની માંગ કરે છે. સરકારે દેવાદાર બનાવ્યા હોય તો દેવું સરકારે ભરવું પડે. આમ ન થાય તો ખેડૂતો એ સરકાર બદલવી પડે. પશુપાલન જયારે ખેડૂતોને ન પોસાય તેવો ધંધો બની ગયો હોય છતાં દૂધની નદીઓ વહેતી હોય અને શ્વેતક્રાંતિની વાતો થાતી હોય ત્યારે સમજવું જોઈએ કે યુરિયા કે સોડા મારફત જીવલેણ દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમ કોંગ્રેસ અગ્રણી નિલેષ કુંભાણીએ જણાવ્યું છે.

(1:16 pm IST)