Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

પોરબંદર પંથકમાં આરોગ્ય પર્યાવરણ અને માનવતાની જયોત પ્રગટાવનાર ખેડૂત પુત્ર મુળુભાઇ સીડા

સાદગી પૂર્ણ જીવન જીવનાર મુળુભાઇ દ્વારા ગામડે ગામડે ફરીને વ્યસન મુકિત સંદેશ તથા આયુર્વેદિક દેશી દવાનું વિનામુલ્યે વિતરણ

પોરબંદર : સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધીજી, સુરખાલી નગરી, કૃષ્ણના બાળસખા સુદામાપુરી અને સ્વામી વિવેકાનંદની કર્મભૂમિ પોરબંદર પંથકના સીમર ગામના ખેડૂત પુત્ર શ્રી મુળુભાઇ પરબતભાઇ સીડાનો આરોગ્ય, પર્યાવરણ અને માનવતા વાદી સેવા યજ્ઞ ઊડીને આંખે વળગે તેવો છે.

પોરબંદર નજીકના સીમર ગામે ખેડૂત પરબતભાઇ રાણાભાઇ સીડા અને માતા રાણીબેન ને ત્યાં ૬૦ વર્ષ અગાઉ શ્રી મુળુભાઇનો જન્મ થયો પુત્રના લક્ષણ પારણામાં એ કહેવત અનુસાર શ્રી મુળુભાઇ એ મુળ ગામ સીમર સહિતના સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવાની જયોત પ્રજજવલિત કરી અને એક સેવા ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે જે પોરબંદર પંથક માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

સેવા મૂર્તિ મુળુભાઇ પરબતભાઇ સીડાના ધર્મપત્ની કારીબેન અને તેમના બાળકો મસરીભાઇ, સરમણભાઇ, રણમલભાઇ અને દિવ્યાંગ ઢેલીબેનનો સીડા પરિવારમાં સમાવેશ થાય છે. બાળપણમાં વ્હાલી દિવ્યાંગ દીકરીની અપંગતા - પંગુતા જોઇને પિતા મુળુભઇના હૃદયમાં સંવેદના જાગી અને મનોમન નિશ્ચય કર્યો કે સરકારની એક પૈસાની સહાય વિના પગભર કરવી આ નાનકડી દીકરી ઢેલીએ પિતાના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યું માનવતાની સેવા કરવાની દીર્ઘ દૃષ્ટિ આપી તેમણે મનોમન નકકી કર્યુ કે હવે ખેતીના વ્યવસાય કરતા - કરતાં પ્રત્યેક જીવની સેવા કરવી. સેવા ધર્મ પરમ ધર્મ છે એજ જીવનની સાર્થકતાને સેવાભાવી લોકો - સંતો - મહંતો એ તેઓને સધિયારા આપ્યો આજે મુળુભાઇની ઉ. ૬૦ વર્ષની છતાં પોતાનું મોટર સાયકલ લઇને સાદા કપડાં, ચપ્પલ પહેરીને માનવતાની જયોત જલતી રાખવા પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તીર્થાટન કરીને આરોગ્ય, પર્યાવરણ અને માનવ સેવાની પ્રવૃતિમાં કાર્યરત છે.

જામનગર સમર્પણ હોસ્પિટલની સામે ફાર્મ હાઉસમાં નિવાસ કરતા શ્રેષ્ઠી પોપટભાઇ ભીમાભાઇ મોઢવાડીયાને તેઓ તેના ગુરૂ માને છે ગુરૂ માત્ર શબ્દોથી સમજ ન આપે પણ અંતઃ સ્ફુરણા કરાવે. ગુરૂના પોઝીટીવ વાઇબ્રેશન દ્વારા તમારા હૃદયમાં એવા આંદોલનો સ્પંદિત કરે જેનાથી તમે ન વિચાર્યુ હોય એવું વિચારવા લાગો. ન કર્યુ હોય એવું કરવા લાગો તમે કયારેય ધાર્યુ ન હોય એવું તમારાથી થવા લાગે. તમને ખબર પણ ન પડે તેમ તમારું પરિવર્તન થવા લાગે સ્વભાવ સુધરવા લાગે વિચારો પોઝીટીવ થવા લાગે સ્વની જાણ, સ્વને સુધારી અને સ્વતરફ જવું અને સ્વને પામવું એજ માનવલક્ષ્ય છે.

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિર્ષ્ણુઃ ગુરૂદેવો મહેશ્વરઃ ગુરૃઃ સાક્ષાત પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ

જીવનની પ્રગતિના ચાર સોપાનો છે (૧) શ્રવણ શીલતા (ર) સમજ  શીલતા (૩) સહન શીલતા અને (૪) સંયમ શીલતા આ ચાર સોપાનો કેળવીને સેવા ધર્મ બજાવવો. શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ માનવ જીવનની પાયાની આવશ્યકતા છે એમાં દિશા ચૂક થઇ તો  બરબાદી છે. આ સેવા કરવા માટે સમય, શકિત અને સંપત્તિ ત્રણ જોઇએ એટલે મુળુભાઇ સીડાએ ગુરૂના વચનો પ્રમાણે સમય, શકિત અને સંપત્તિનો સદ માર્ગે સેવા કાર્યમાં ઉપયોગ થાય ત્યારે જ તેની સાર્થકતા છે અને શ્રી મુળુભાઇએ પોતાના જીવનમાં સેવા પ્રવૃતિ કરીને જીવન સાર્થક કર્યુ છે.

તેમના ગુરૂ શ્રી પોપટભાઇની મુલાકાત સને ર૦૧૦ માં હરિદ્વારમાં થઇ અને ગુરૂ એ કહયું શ્રી મુળુભાઇ આજે સમય માનવજાત આરોગ્યની બીમારીથી પીડાઇ રહ્યું છે તેમની બીમારી દૂર કરવા આયુર્વેદિક દેશી દવા અને વ્યસન મુકિતની સેવા કરવા જેવીએ તેમના ગુરૂના બોલને વધાવી લીધા અને આ સેવા કરવાનો સંકલ્પ કર્યો હરિદ્વારમાં ગુરૂનાા સાનિધ્યમાં કરેલો સેવાનો સંકલ્પ આજે પણ ચાલુ છે.

માનવીની બદલાતી જતી જીવન પધ્ધતિ, ખાન-પાનની ખોટી માન્યતાઓના કારણે આજે માનવી અનેક પ્રકારનો ભોગ બને છે આરોગ્ય પ્રદ આહાર લઇ તંદુરસ્ત જીવન જીવી શકાય છે પરંતુ આપણી પાસે આ અંગેની સાચી સમજ હોતી નથી. આધુનિક જીવન શૈલી થી શરીર અને મન ઉપર થતી વિપરિત અસરથી બચવા ડિપ્રેશન, ચામડીના રોગો, ડાયાબીટીસ, સાંધા અંગે જકડાવું આાર્થિક સાઇટીલ કેન્સર, થાઇરોઇડ પથરી વિવિધ પ્રકારના રોગોના ભોગ બન્યા હોઇએ તો રોગમુકત કેમ બનવું તંદુરસ્ત રહેવા માટે કેવા જીવન શૈલી અપનાવવી તે અંગે સેવા મૂર્તિ મુળુભાઇ 'બહુજન હિતાયા બહુજન સુખાય' સુત્રને સાર્થક કરવા કટિબધ્ધ બન્યા છે.

મોટાભાગના ગામડાઓમાં યુવાનો સહિત મહિલાઓમાં પણ વ્યસનનો વ્યાપ જોવા મળી રહયો છે ત્યારે આ માતા અને બહેનોમાં પાન, માવા, ફાકી, ગુટકા સહિતના માદક-દ્રવ્યોના વ્યસનો હોય તેવી માતાઓ પોતાના કુળે થી જન્મનાર બાળકને પણ વ્યસનની ગંભીર અસર પોતાના બાળકોને આપે છે. નશો નાશનું મુળ છે. કૌટુંબિક વિનાશને નોતરે છે. તેનો ત્યાગ કરવા જન જાગૃતિ અભિયાન ચલાવતા શ્રી મુળુભાઇ સીડા પોરબંદર પંથક સહિત સૌરાષ્ટ્રના ગામડા પોતાના ખર્ચે નિઃશુલ્ક દેશી દવાઓ આપી રોગમુકત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુરૂ પોપટભાઇ હરસ, ખરજવું, દાદર સ્ત્રીના માસિક ધર્મ માટે અકસીર આયુર્વેદિક દવાઓ વિનામુલ્યે મુળુભાઇ સીડાને આપે છે. સીમર ગામે ર૦૦ થી ગુટકા વ્યસન મુકિત હરિફાઇ યોજતા આવ્યા છે. દમ, શરદી, ઉધરસ જેવા રોગોમાં  ગુરૂ પાસેથી મળતી વિનામુલ્યે દવાઓ લઇને ગામડાં - શહેરોમાં ખાસ કરીને યુવા પેઢીને રોગમુકત કરવા પોતાનું મોટર સાયકલ લઇને ભીમી રહ્યા છે આટલું જ પુરતું નથી પણ ર૦૧પ-૧૬ થી ભાણવડ નજીકના શનિદેવ હાથલા ખાતે દર શનિવારે વ્યસન મુકત કેમ્પ યોજીને દવાઓ પુરી પાડે છે. તદઉપરાંત ભાણવડમાં વેરાળનાકે આવેલ શ્રી મહાજન પાંજરાપોળ ખાતે મહિનામાં બે દિવસ દર માસે ર૧ તારીખ અને ચોથા બુધવારે સવારે ૮ થી ૧ વાગ્યા સુધી વ્યસન મુકિતનોકેમ્પ યોજે છે આ વ્યસનમુકિત અભિયાનની સેવા જયોત પોરબંદર જિલ્લા સહિત દ્વારીકા, સોમનાથ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, સિધ્ધપુર પાટણ (મહેસાણા) બનાસકાંઠા પ્રાંતિજ સુધી જલતી રાખી છે.

આ મુઠ્ઠી ઉચેર સેવાના ભેખધારી શ્રી મુળુભાઇ સીડાનો સેવાનો મુળ ઉદેશ વ્યસન મુકિત રોગમુકિત અને પર્યાવરણ અંતર્ગત પક્ષી બચાવ રહ્યા છે.

પોરબંદર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં યોજાતી સંતોની કથાઓ, મેળાઓ, સમુહ લગ્નો, પદયાત્રીઓની પદયાત્રાઓમાં આયુર્વેદિક દવાઓ, ચકલીઓના માળા-કુંડાઓ અને વ્યસન મુકિતની દવાઓ લઇને પોતાના ખર્ચે પહોંચી જાય છે અને ત્યાં સ્ટોલરૂપે સાત-આઠ દિવસ માનવ ધર્મની આ સેવા બજાવે છે.

સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ મેળા, તરણેતર, શિવરાત્રી અને માધવપુરમાં ભાતીગળ લોક મેળા પ્રતિ વર્ષે યોજાય છે  સોમનાથ , જુનાગઢ, સુરેન્દ્રનગર, માધવપુરમાં યોજાતા લોકોમેળા અનેજુનાગઢ બરડાની લીલી પરિક્રમા કે પોરબંદરથી યોજતો ફુલડોલ ઉત્સવ હોય ત્થા માનવમેદની ઉમટતી હોય ત્યાં એક સેવાયજ્ઞ અવિરત ચાલુ રાખે છે. ઉપલેટા નજીકના સ્વામી ધર્મબંધુજી દ્વારા યોજાતી રાષ્ટ્રકકલા વાળોતા ખંભાળીયા, પદયોટીમાં લાલપુર વાણંદ જ્ઞાતિનો સમુહલગ્ન પ્રજાપતિ જ્ઞાતિ (રાજકોટ) સગર જ્ઞાતિ (ભાણવડ)ના સમુહલગ્નમાં કે ગડુ ગામે સરકાર દ્વારા યોજાયેલા ગરીબ કલ્યાણ મેળો હોય તેમા પહોંચી જાય છે. તેની સેવાની જયોત જોઇને મુંબઇના પ્રજાપતિ  લાલજીભાઇએ રૂપિયા આઠ હજારનો ચેક મોકલ્યો આથી રૂપિયા ગૌણ છ.ેપરંતુ તેમના દ્વારા મળેલું પ્રોત્સાહન અનેક ગણુ છે. આથી સેવાકામ કરવાની ભાવના બેવડાઇ છે.

મોરબી ખાતે રતનબેનની ભાગવત કથા, મોરાણા, જુનાગઢ ખાતે પુ.પ. મોરારીબાપુની રામકથા, જુનાગઢ ખાતે પ.પુ. રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝાની ભાગવત કથા અમરેલી સિદ્ધપુર (મહેસાણા ) પાટણ ગિરીબાપુની શિવકથા પોરબંદર કનકેશ્વરીની દેવી ભાગવત કથા, દ્વારકામાં દીલીપભાઇ દવેની કથા, ગાંગડી, કોદરખેડા, મહાદેવગીરીબાપુની કથા શિવકથા પાતા (ઘેડ) ચાણકયા (ગીર) ખોત મહાદેવગીરીની શિવકથા, દ્વારીકા ભારવડીયા (ભાટીયા) પ.પુ. પરમાબેન ગઢવી તથા ધીરજબેન ગોસ્વામીની શિવકથા જાખર (જામનગર) ખાતે જિજ્ઞેશદાદાની શીવકથા તેમજ વિવિધ મંદિરો જેમાં શીશલી, કુછડી, રાણાકંડોરણા, મોઢવાડ, કેશવ , ભટકડી, જુંગી વાડા (મુંબઇ) પોરબંદર, દ્વારીકા ઓખા, જાહેરા શીંગડા, મઠ લીલીયા, કુતિયાણા, જામનગર, કુતિયાણા, સોમનાથ, શીંગડા, હરિપર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર-છાંયામાં એક દિવસીય સવારથી સાંજ સુધી વ્યસનમુકિત, રોગમુકિત અને દિકરી બચાવ કેમ્પો યોજીને આ માનવ સેવાની જયોત જલતી રાખી છે. માનવ સેવા એજ પ્રભુ સેવા, સુત્રને સાર્થક કરતા મુળુભાઇ સીડા જણાવે છે કે સવારે વાસી મોઢે પાણી પીવાનું ધીમે-ધીમે કરીને એક લીટર જેટલુ પાણી પીવાનું એક પ્રસાદની બોટલ (લાલવદા) લીવર, થાઇરોઇડ, ડાયાબીટીસ, બીપી, કમજોરી, પેરાલીસીસ, હાથ-પગના દુઃખાવા, ચરબીની ગાંઠો, પાચન ક્રિયા, સફેદ દાગ, કમળો, શ્વાસ, હાર્ટ તથા કીડની પેટનો દુઃખાવો, ટી.બી.હરસ, મસા, કબજીયાત તથા અન્ય બીમારીઓમાં કામ આવે છ.ે

વ્યસન યાદ ન આવે તે માટે રપ૦ ગ્રામ આદુ, ૩ નંદ, લીંબુ તથા ૧૦ ગ્રામ સંચર આદુના કટકા કરી તેમાં લીંબુ નીચોવી સંચર છાંટી દેવું પછી તેને સુકવી દેવુ આખા દિવસમાં છ થી સાત કટકા મોઢામાં રાખવા તેનાથી વ્યસન સિવરાય જાય છે. તેમજ હરસ, ખરજવું દાદર, શરદી એલર્જી દમ તથા બહેનો માટે વધુ માસિક, અનિયમિત સફેદ પાણીની ઔષધિ વિના મૂલ્યે આપવામાં આવે છ.ે વ્યસન વાળા છોકરા સાથે પોતાની દીકરીના લગ્ન કરવા નહી અનુલોમ-વિલોમ કરવાથી ઘણા રોગોને તિલાંજલિ આપી શકાય છ.ે  વિનામુલ્યે દવાઓ મેળવવા માટે લાલજીભાઇ પ્રજાપતિ (મો. ૭૩૮પ૩ ૦ર૦૧૦ મુરૂભાઇ સીડા (મો.૯૪ર૮૧ ૮૭પ૪૧) પોપટભાઇ મોઢવાડીયા (મો.૯૪ર૭ર ર૭ર૧૭) અજયભાઇ પ્રજાપતી (મો.૮૦૦૦૦ ૬૪૬૪૬) રાજુભાઇ પ્રજાપતી (મો.૯૧૦૬ર ૩૪પ૯૯) જે.કે. પટેલ (મો.૯૪ર૭૭ ૪૪૯૯૦) અને દેવશીભાઇ આહીર (મો.૯૭૩૭પ ૭પ૧૦ર)નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

 

(1:15 pm IST)