Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ધોરાજી તાલુકાનાં ૨૨ ગામને નર્મદાનુ પાણી ફરી બંધ થઇ ગયુ

લાઇન રીપેર ન થાય ત્યાં સુધી પાણી નહી મળેઃ પાણી-પુરવઠા અધિકારી ધારાસભ્યના ઉપવાસ બાદ પાણી બંધ

ધોરાજી, તા.૧૪: ધોરાજી તાલુકાના ગામડાઓને પીવાનું શુદ્ઘ પાણી મળી રહે તે માટે રાજય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નર્મદાની પાઇપ લાઇન નાખી ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું આવા સમયે ધોરાજીના ધારાસભ્ય પ્રજાની વારે આવવા માટે નર્મદાનું પાણી આપો એ માગણી સાથે ડેપ્યુટી કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન છેડ્યું હતું આવા સમયે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ શાબ્દિક યુદ્ઘ જોવા મળ્યું હતું.

બાદ ધોરાજી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ધારાસભ્યશ્રી ઉપવાસ ઉપર ઉતરે એ પહેલા જ નર્મદાની પાઈપલાઈનનું ઉદદ્યાટન કરી જ નાખ્યું અને શનિવારથી જ નર્મદાના પાણીની સપ્લાય આપી દીધી હતી બાદ ધારાસભ્યશ્રીના ઉપવાસ આંદોલનમા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ એ લેખિતમાં ખાતરી આપી ગેમો ધોરાજી તાલુકાના ગામોને નર્મદાનું પાણી આપીશું પરંતુ છેલ્લા ચાર દિવસથી ધોરાજી તાલુકાના ૨૨ ગામોને નર્મદાનું પાણી મળતું નથી આ બાબતે ધોરાજી પાણી પુરવઠા બોર્ડના અધિકારી અંકિત ગોહિલનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે ધોરાજી ઉપલેટા હાઈવે ભુખી ચોકડી પાસે નર્મદાની પાઇપ લાઇન લીકેજ થઇ છે જેનું કામ જી ડબલ્યુ આઈ એલ દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલમાં ધોરાજી તાલુકાના ૨૨ ગામ ને શનિવારથી પાણી બંધ થયું છે હજુ ત્રણ-ચાર દિવસ રીપેરીંગ થતાં લાગશે ત્યાં સુધી નર્મદાનું પાણી મળશે નહીં.

તો ધોરાજી તાલુકાના ૨૨ ગામને પીવાના પાણીની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય તે પ્રશ્ન પૂછતા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ જણાવેલ કે જયાં સુધી નર્મદાનું પાણી નહીં મળે ત્યાં સુધી ભાદર-૨ ડેમમાંથી પાણી આપવામાં આવશે.

આમ જોતા ધોરાજી તાલુકાના ૨૨ ગામોને પીવાનું પાણી ભાદર-૨ ડેમ નો આવે છે જેની સામે ધારાસભ્યશ્રી એ પણ લડાઈ કરી હતી પરંતુ નર્મદાના પાણીનું માત્ર નાટક થયું છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારની નર્મદાનું પાણી મળતું નથી અને ભાદર-૨ ડેમ નો કલર કેમિકલ સ્વરૂપ દૂષિત પાણી જે ખરેખર પીવાલાયક નથી તેવું પાણી અપાઈ રહ્યું છે ત્યારે ધોરાજીના ધારાસભ્યનું મૌન કેમ છે તે પણ એક પ્રશ્ન  છે.

આવું જોઈએ હાલના કપરા કાળમાં પીવાના પાણીની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે ધોરાજી શહેર અને તાલુકામાં રાજકીય નાટકના થાય અને પ્રજાને શુદ્ઘ પીવાનું પાણી મળી રહે તે માટે અધિકારીઓએ અને રાજકીય આગેવાનોએ પ્રજાની વચ્ચેની સેવા કરવી જોઈએ તો જ ખરા અર્થમાં લોકજાગૃતિના પ્રશ્નોમાં વાચા આપી ગણાશે.

(11:32 am IST)