Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

૮મી જુનથી કચ્છમાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામ કથા

ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર દ્વારા અહિંસાધામ, નંદી સરોવર, મુંદ્રામા ભવ્ય આયોજન

રાજકોટ તા. ૧૪ : ૪૯૦૦થી વધુ અબોલ, અશકત, અપંગ, નિરાધાર, પશુ - પક્ષીઓને આશ્રય આપતું ધામ મુંદ્રા-કચ્છ ખાતે આવેલું ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર 'એન્કરવાલા અહિંસાધામ' અહીં કચ્છના ૯૫૨ ગામોમાંથી દર કલાકે આવતા બિમાર અને અકસ્માતમાં ઘાયલ પશુઓ માટે ભારતની અલ્ટ્રા મોર્ડન મલ્ટી સ્પેશીયાલીટી એનીમલ હોસ્પિટલ (આઇસીયુ) બનાવવામાં આવી છે.

ઉપરાંતમાં સંકુલમાં ૨૮ વર્ષ જુનુ કરૂણા મંદિર, ૪૯૦૦થી વધુ પશુ-પક્ષીઓ, ૫ એકરનું મુખ્ય સંકુલ, વીરમણી ભોજનશાળા, ગોપાલ સ્મૃતિ મંદિર, નવનીત ઓડિટોરીયમ, વીનેશાલય મ્યુઝીયમ વિગેરેનો સમાવેશ થાય છે અને નંદી સરોવર ખાતે ૬૦૦ એકરની વિશાળ જગ્યા, ૩૫ એકરનું નંદી સરોવર, ૨૦,૦૦૦ વૃક્ષોનું ઉપવન, અહિંસા પેવેલીયન, અપંગ, અંધ પશુઓ માટે આવાસ, ઘાસચારાના સંગ્રહ માટે વિશાળ ગોડાઉનો, જીંજવો ઘાસના રોપાનું પણ નિર્માણ થયું છે. સાથમાં પશુઓ માટે મુકત અભ્યારણ્ય પણ રખાયું છે.

શ્રી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી અહિંસાધામ, નંદી સરોવરની પાવન ભૂમિ પર પ.પૂ. મોરારીબાપુના શ્રી મુખે રામકથાનું આયોજન તા. ૮-૬-૨૦૧૯થી તા. ૧૬-૬-૨૦૧૯ દરમિયાન અહિંસાધામ નંદી સરોવર, તાલુકો મુદ્રા, કચ્છ ગુજરાત (મુંદ્રાથી ૧૫ કિ.મી., પ્રાગપરથી ૯ કિ.મી, ભુજથી ૪૫ કિમી, ગાંધીધામથી ૬૫ કિમી) ખાતે કરાયું છે.

જે અંતર્ગત નવા આઇસીયુનું ઉદ્ઘાટન તા. ૮-૬-૨૦૧૯ના સવારે ૯.૩૦ કલાકે કરાશે. કથા પ્રારંભ તા. ૮-૬-૨૦૧૯, શનિવારના રોજ સાંજે ૪ કલાકે થશે, બાદમાં દરરોજ કથા સમય સવારે ૯.૩૦થી બપોરે ૧.૩૦ સુધીનો રહેશે. રામકથા દરમિયાન અનેક સંતો-મહંતો વિશેષ કૃપા કરી પધારશે. તા. ૧૬-૬-૨૦૧૯ રવિવારના રોજ કથા વિરામ પામશે. રામકથામાં પધારવા સૌને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

આયોજન અંગે મહેન્દ્રભાઇ સંગોઇ - મેનેજીંગ ટ્રસ્ટી (ટોડા મો. ૯૮૨૧૧ ૫૧૩૬૪), રમેશભાઇ ગાલા - પ્રમુખ (પ્રતાપુર, મો. ૯૩૨૩૬ ૭૮૦૫૪), અમૃતભાઇ છેડા - ઉપપ્રમુખ (કુંદરડી, મો. ૯૮૯૨૫ ૬૧૯૬૮), હરેશભાઇ વોરા - ટ્રસ્ટી (ગેલડા, મો. ૯૮૨૧૧ ૬૦૫૨૯), ખેતશીભાઇ ગઢવી (લાયજા, મો. ૯૮૨૦૧ ૩૨૯૮૭), ડાયાલાલ ઉકાણી - ટ્રસ્ટી (મુન્દ્રા, ૯૮૭૯૫ ૬૧૯૦૯), શીવજીભાઇ પટેલ (પીયાવા, મો. ૯૮૨૫૨ ૩૬૦૪૫), દીપકભાઇ પટેલ (ગાંધીધામ, ૯૮૨૫૨ ૨૭૦૦૩), શિવરાજભાઇ ગઢવી (જરપરા, ૯૪૦૮૪ ૩૯૬૧૩), ગીરીશ નાગડા (સીઇઓ, ૯૯૨૫૬ ૨૧૧૦૮) સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રી રામ કથા સમિતિ (ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, અહિંસાધામ કમિટિ, મુંદ્રા - કચ્છ - ગુજરાત)ની વિશેષ માહિતી અંગે મુંબઇ ઓફિસ (૫-ગુરૂકૃપા એપાર્ટમેન્ટ, કસ્તુરબા ક્રોસ રોડ નં. ૧ બોરીવલી (ઇસ્ટ), મુંબઇ - ૪૦૦૦૬૬, ફોન : (૦૨૨)-૨૬૮૨ ૭૭૯૫, ૨૮૬૫ ૮૨૬૬, મો. ૭૦૪૫૪ ૩૫૫૪૫) અને સંકુલ : પ્રાગપુર રોડ જંકશન, તા. મુન્દ્રા, કચ્છ, ગુજરાત પીન - ૩૭૦ ૪૧૫ (મો. ૦૯૯૨૫૧ ૨૫૨૦૨, ૦૯૯૦૯૪ ૭૫૭૬૪) પર સંપર્ક કરવા મિલત ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)ની યાદીમાં જણાવાયું છે.

(11:29 am IST)