Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

જસદણમાં આટકોટ રોડ પર કારે બાઇક સવારને ઉલાળ્યો

વર્ષોથી રસ્તો ખરાબ હોય છાશવારે અકસ્માતો થાય છે

જસદણ, તા. ૧પ : જસદણના આટકોટ રોડ પર એક અજાણ્યા બાઇક સવારને એક કાર હડફેટે લઇ નાસી છૂટતા ઇજાગ્રસ્તને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

જસદણ આટકોટ રોડ સાત કિલોમીટરનો રોડ વર્ષોથી ખરાબ છે અનેકવાર રોડ રીપેર કરવામાં પ્રજાના લાખો રૂપિયા પાણીમાં ગયા છે ત્યારે આ રોડને તાત્કાલીક અસરથી રીપેર કરી નિયમ મુજબ સફેદ પટ્ટા કરે નહીંતર આ રોડ પર અકસ્માતનું જોખમ રહેવાનું છે.

(11:26 am IST)