Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

જસદણ પાસે ભાદર નદીમાં કચરો અને બાવળ કાઢવાની કામગીરી

જસદણ તા. ૧૪ : ભાદર નદીમાં કચરો અને બાવળ એટલી હદે છવાયા હતા તે દૂર કરવા માટે આજે નગરપાલીકાએ પ્રયાસ હાથ ધરતા શહેરીજનોમાં આનંદની લાગણી છવાઇ છે.

ભાદરનદી હાલ છીછરી થઇ ગઇ છે અંદાજે ૪૦ વર્ષ પહેલા ખોદાણ કરવામાં આવેલ હતું પણ ત્યારબાદ ઉંડાઇ વધારવા ખોદાણ થયેલ નથી. સરકાર ગામેગામ પાણીની સંગ્રહશકિત વધારવા યોજના લાવી છે. ભાદરનદીની ઉંડાઇ વધારવા ખોદાણ કરવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે.

 

(12:22 pm IST)