Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

એક્ઝિટ પોલની વિશ્વસનીયતા એ સંકેત આપે છે કે,

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે ?

પરિણામ પહેલાના ગુજરાત ઇલેકશનના જે એક્ઝિટ પોલ્સ જાહેર થયેલા તેમાં ઇન્ડિયા ટુ ડેના પોલ્સ ખરા ઉતર્યા હતા. કર્ણાટક માટે હાલ ઇન્ડિયા ટુ ડે કોંગ્રેસને બહુમતિની લગોલગ ગણે છે

વાંકાનેર : કોઇપણ રાજયની ચૂંટણી હોય, તેના મતદાન પુરૂ થઇ પરિણામ આવવા સુધીના સમય ગાળા દરમ્યાન 'એક્ઝિટ પોલ્સની બોલબાલા છેલ્લા કેટલાક વર્ષોથી 'ઇન્ડીયન પોલીટિકસ' માં ક્રેઝમય જોવા મળી રહી છે. હાલ કર્ણાટકની વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ હજુ પરિણામો આવશે ત્યાં સુધી વર્તમાન પોલ્સની જ ચર્ચાઓ ચાલી રહી છે. 'કર્ણાટક કોણ કબ્જે કરશે' ? એ વિષયક વિશેષ ચર્ચાઓ થવી પણ સ્વભાવીક છે.

 

કર્ણાટક વિષે વધુ પડતા પોલ્સ 'ત્રિશંકુ' સરકાર બનવાના નિર્દેશ તો આપે છે. જયારે ચાણકય ભાજપને સ્પષ્ટ બહુમતિ મળે છે તેવું મૂલ્યાંકન કરે છે એથી વિપરિત ઇન્ડીયા ટુડે કોંગ્રેસને બહુમતી મળવાની લગોલગ ગણે છે. અહીં એક્ઝિટ પોલની વિશ્વસનીયતાને વિતેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓના પોલ્સ સાથે તુલનાત્મક દૃષ્ટિએ જોઇએ.

વિેતેલા વર્ષે યોજાયેલી ગુજરાત એસેમ્બલી ઇલેકશનના રીઝલ્ટ ર્પૂેના એક્ઝિટ પોલ્સમાં એક ને બાદ કરતા બધા એક્ઝિટ પોલ્સ ભાજપને ગુજરાતમાં ૧૦૦ થી વધુ સીટો મળવાનું આંકલન કરતા જોવા મળેલા. માત્ર ઇન્ડિયન ટુ ડે એ ૯૯થી ૧૧૩ વચ્ચે ભાજપને સીટો મળશે તેવું દર્શાવેલ અને એ મુજબ ભાજપને પરિણામમાં ૯૯ બેઠકો જ મળી હતી. ઇન્ડિયા ટુ ડે એજ કોંગ્રેસને એક્ઝિટ પોલમાં ૬૮થી ૮રનો રેશિયો દર્શાવેલો. જે આંકડો પણ અન્ય એકિઝટ પોલ્સથી વધુ વાસ્તવિક રહ્યો હતો. કહેવાનું તાત્પર્ય એ કે, ગુજરાત ઇલેકશન અને કર્ણાટક ઇલેકશન બન્નેના જાહેર થયેલા એકિઝટ પોલ્સની સરખામણી કરીએ તો ગુજરાતના જાહેર થયેલા પરિણામોમાં વિશ્વસનીય કહી શકાય તેવા એકિઝટ પોલમાં ઇનિડયા ટુ ડે -એકિસસ ને સ્થાન મળે છે.

વર્તમાન કર્ણાટક એક્ઝિટ પોલ્સમાં ઇન્ડિયા ટુ ડે નો એકિઝટ પોલ ભાજપને ૭૯થી ૯ર અને કોંગ્રેસને ૧૦૬ થી ૧૧૮ સીટો મળવાનો નિર્દેશ કરે છે જે અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસ બહુમતિની લગોગલ રહે તેવું જણાય છે. પરિણામોમાં કોંગ્રેસને ૧૦૦થી વધુ સીટો મળશે તેવું ઇન્ડિયા ટુ ડેના એકિઝટ પોલસ સિવાય કોઇ કહેતું નથી. અહીં કોંગ્રેસને સત્તાના પુનરાવર્તનના સંકેતો જોવા મળે છે. રર૪ બેઠકો ધરાવતી કર્ણાટકમાં બહુમતિ માટે ૧૧૩ બેઠકો કોઇ પણ પક્ષને મળવી અનિવાર્ય છે. જો કસોકસની સ્થિતિ સર્જાય તો મતદાન રરર બેઠકો માટે થયું હોઇ, બે તૃતિયાંસ બહુમતિ કદાચ એ મુજબ થવા પામે.

એકિઝટ પોલ એ અનુમાનો પર આધારિત ગણિતના આંકડાઓ હોય છે. સો ટકા સાચા કે સચોટ સાબિત નથી થતા હોતા. જો ખરા પરિણામ મુજબ જ એકિઝટ પોલ્સ રહેતા હોય તો ઇલેકશન રિઝલ્ટનું કોઇ સત્તાવાર મહત્વ જ ન રહે. વિતેલી ગુજરાતની ચૂંટણીના જ પરિણામો સાથે એકિઝટ પોલ્સ સરખાવીએ તો ઇન્ડિયા ટુ ડે ને બાદ કરતા તમામ એકિઝટ પોલે કોંગ્રેસને પર થી ૭પ બેઠકો મળવાના જ આંકડા આપ્યા હતા. જોકે કોંગ્રેસને એથી ઘણી વધુ બેઠકો મળેલી. એજ ઇલેકશનમાં ઇન્ડિયા ટુ ડેને બાદ કરતા તમામ એકિઝટ પોલે ભાજપને ૧૦૪ થી ૧ર૮ બેઠકો મળવાનો આંક રજુ કરેલો. જોકે પરિણામોમાં ભાજપની બેઠકો બે આંકડેથી આગળ નહોતી થઇ શકી.

ઇન્ડિયા ટુ ડે એકિસસ વોટિંગ પર્સન્ટેજમાં પણ કોંગ્રેસને નંબર વન ગણે છે. કર્ણાટક માટે હવે જોકે આજતકનો એકિઝટ પોલ પણ આ દિશા તરફ જોવા મળી રહ્યો છે.

સંકલન

મહંમદ રાઠોડ

વાંકાનેર

(12:07 pm IST)