Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જામનગર સતવારા સમાજ દ્વારા રહેવા જમવાની સુવિધા

જામનગર : આજથી સતવારા સમાજ પોટરીગલી જામનગર દ્વારા જે દર્દી કોવિડ વોર્ડમાં દાખલ હોય અને સાથે સાગા જે આવેલ હોય જેમાં રાજકોટ,મોરબી,પોરબંદર, દ્વારકા, તેમજ અન્ય જિલ્લા દર્દીના સાગા સાથે આવેલ હોય તેમના માટે સતવારા સમાજના આગેવાનો ટીમ વર્ક થી સતવારા સમાજના લોકો માટે રહેવા સાથે જમવા વ્યવસ્થા આજથી શરૂઆત કરવામાં આવી છે. હાલ રાતે ૮ વાગ્યે લોકડાઉન હોય તો દર્દીના સાગા હેરાનના થાય તેમજ બહાર ગામના દર્દીના સાગા પણ જામનગર માં અહીંના સાગા સબંધીને ઘરે પણ સંક્રમણના લાગે માટે આજથી ભગીરથ કાર્ય ચાલુ કરવામાં આવ્યુ છે. તેમજ દરેક જીલ્લા મુજબ અલગ હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે.

(11:33 am IST)