Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોરોનાના સચોટ ઉપચાર માટે આયુર્વેદિક ઔષધિને પ્રોત્સાહન જરૂરી

કોરોના વેકસીન, એલોપેથિક દવા ઇન્જેકશનો છતા કોરોનાના વધતા કેસ ચિંતાજનક : દેશી ઓસડીયા ઉકાળાનો વ્યવસ્થિત ઉપયોગ કોરોનામાં અસરકારક

પોરબંદર : એક તરફ કોરોના મહામારીએ પોતાનો રાક્ષસી પ્રકોપ રાઉન્ડ ધકેલતુ વધારી રહેલ છે. કોરોના મહાત કરનાર વેકસીન પણ સંપુર્ણ સફળ નથી. વેકસીન લીધા પછી પણ મનુષ્ય કોરોના મહામારી રાક્ષસી પંજામાં સપડાય છે. તેમાંથી મુકત મેળવવા ભોગ બનનાર વ્યકિત અને તેનો પરિવાર ફાંફા મારે છે. સીધી માનસિક અસર ભોગ બનનાર તેમના પરિવારજનો કે આસપાસ પાડોશીઓ મિત્રોને માનસિક અસર કરી જાય છે. કોઇ ઉકેલ શોધવો જડતો નથી. જયારે બીજી તરફ સરકારનું શાસન ચલાવવા ભારતીય નાગરીકો ચુંટણી પધ્ધતીથી મતદાન કરી પોતાના વિસ્તારનું પ્રતિનિધિઓને સરકારનું શાસન ચલાવવા વિશ્વાસ સાથે મોકલે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાનો પગપેસારો નવેમ્બર ૨૦૧૯-૨૦ના વર્ષમાં ગુજરાત થઇ ગયેલ પરંતુ તે સમયે ગુજરાત સરકારે કે ભારત સરકારે ગંભીર નોંધ લીધી નથી પરંતુ માર્ચ ૨૦૨૦ કોરોના વધતા સરકારને રેલો આવી ગયેલ. કોરોના બીજો રાઉન્ડ નથી પરંતુ નવેમ્બર ૨૦૧૯ની ગણતરીમાં વેચાય તો આ ત્રીજો રાઉન્ડ છે.

મહામારી કોરોનાનો રાક્ષસી વ્યાપ વધતો જાય છે. ગુજરાતમાં મોતના માતમનો માંડવો રોપાય ગયો છે. ગુજરાત સરકારની નિતીમાં  પણ રાજકારણ ભાજપ ખેલી રહી છે. માતમ પર કોરોના ડાન્સ ખેલાય રહ્યો છે. વિરોધપક્ષને તો સાથે રહી ચાળવાની વાત જ નથી. લોકશાહી શાસનમાં શરમજનક છે.

ભારતના સને ૧૯૫૦ની તા.૨૬મી જાન્યુઆરીથી પ્રજાકીય બંધારણ ભેટ અપાયેલ છે તેને વફાદાર રહી કાર્ય કરવુ કે કરાવવુ તે જવાબદારી ચુટણીપંચની રહે છે અને લોકશાહીને જીવંત રાખવાની જવાબદારી સોપાયેલ છે. અતિમહત્વ પણ ભુમિકામાં ચુંટણીપંચ લોકશાહીનું શિરછત્ર બની રક્ષણ કરવાની જવાબદારી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ તેમજ ન્યાયતંત્ર પર બંધારણ્ય પ્રભાવ પથરાયેલ છે.

ચુંટાયેલ સેવકો અપક્ષ રાજકીયપ્રેરીત પક્ષ ન હોય છે. બહુમત ધરાવતા પક્ષ દ્વારા અથવા સંગઠીત બની અન્ય રાજકીયપક્ષો પણ સરકાર બનાવી શકે છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં આ નિયમ લાગુ પડે છે. ચુંટણી યોજાયા પછી કાર્ય પુર્ણ થતા સરકાર રચતા ન થાય ત્યા સુધી બંધારણ મુજબ ચુંટણીપંચની જવાબદારી સમાયેલ છે. સરકારની રચના માટે બહુમત ધરાવતો રાજકીયપક્ષ અથવા બહુમત ધરાવતા રાજકીયપક્ષો સંગઠીત બની બહુમત રાજકીયપક્ષની સંખ્યા કરતા વધુ સંખ્યા દર્શાવી મિશ્ર સરકારની રચના કરે છે.

કોરોનામાં મૃત્યુના ઓથારમાં ફફડતો માનવી સારવાર કેન્દ્ર હોસ્પિટલમાં દાખલ થાય છે. દાખલ થનાર વ્યકિતની શારિરીક હાલત સ્થિતિ માનસિક સ્થિત પર બરાબર નજર રખાય છે. સારવાર મળતા પણ મૃત્યુને ભેટે છે. મૃત્યુ દર વધતો જાય છે ત્યારે રાજય સરકાર અને કેન્દ્ર સરકારમાં કોરોના મહાત કરવા સંકલનનો પુર્ણ અભાવ જણાય છે. તેમા પણ અમાસની રાત્રીના અંધકાર જેવુ વાતાવરણ સર્જાતુ કે સર્જાયેલ છે.

જયા સતાધારી ભાજપની સરકાર સંપુર્ણ સંકલનનો અભાવ છે. વિરોધપક્ષને સાથે રાખી સરકાર ચાલતી નથી તેમજ જયા વિરોધપક્ષની સરકાર છે ત્યા કેન્દ્ર દ્વારા પણ પુરતુ ધ્યાન અપાતુ નથી. સતાધારી કે વિરોધપક્ષ શાસિત રાજયની વસ્તી ભારતની જ છે. તેમને પણ સમાંતર ધારા કાયા નિયમો લાગુ છે. સતાધારી પક્ષ કે વિરોધપક્ષની ભારતમાં જે તે રાજયમાં સતાનુ શાસન ચલાવતી હોય, અને સરકારની ઓળખ આપતી હોય તે રાજયમાં વસતા અને જન્મ લેતા બાળક અને પુખ્તવય પ્રૌઢ વય વૃધ્ધા અવસ્થા ભોગવતા નાગરીકોનું લોહી એકત્રીત કરી સંકલન કરે તો લોહીના રંગમાં કોઇ ફરક બાહ્ય જણાશે?

પ્લેગ (મહામારી) કીડનીનો રોગ, હૃદયરોગ, બ્લડપ્રેશર, કમળો, કમળી, શીતલા, ઓરી અછબડા, નૂરબીબી, પોલીયો વગેરે રોગને કબજામાં લેવા રસી શોધાણી, કેટલાક રોગ નકશામાંથી બાકાત થયા છે તો કેટલાક રોગ નિયંત્રણ હેઠળ છે.માનસિક અસર, અસ્થિરતા સાથે અંધાપાની પણ ભેર તેમજ શારીરીક અપંગતા, દિવ્યાંગતા પ્રાપ્ત થાય છે તેવા રોગ સંપુર્ણ કાબુ હેઠળ નથી. પરંતુ પ્રમાણ અટકયુ છે. ત્યારે આવા રોગ નિયંત્રીત થઇ શકે. નાના બાળકોમાં ફેલાતો કેન્સરનો એક પ્રકાર થેલેસેમીયા બાળરોગ છે. તે રોગનો ભોગ બનનારને જીવંત રાખવા રકતદાન આશીર્વાદ બની રહ્યુ છે.

કોવીડ-૧૯ને કાબુમાં લેવા વ્યુહાત્મક દ્રષ્ટિએ સફળતા ઘણી દૂર જણાય છે. વેકસીન પણ નહિવત આશ્વાસન ખાતર રાહત રૂપે સફળ છે. વેકસીન લીધા પછી પણ કોરોના મહાત થયો છે. તે માનવુ ભૂલ ભરેલ છે. વેકસીન લીધા પછી પણ કોરોના કોવીડ-૧૯ માં છે. સરકારી હોસ્પિટલ સંસ્થાકીય હોસ્પિટલો ખાનગી હોસ્પિટલો તેમજ સીએચઇ સેન્ટર પીએસઇ પણ ભરચકક પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં એકપણ બેડ ખાલી નથી. નિયમ અનુસાર કોરોનાનો ભોગ બનેલ દર્દીને ભોય પથારી આપી શકાય નહી.

એલોપેથીક સારવાર ઝડપી ગણાય છે. તેમાંથી રોગ મહાત થઇ શકતો નથી. હાલ વેન્ટીલેટર, ઓકસીજન, આઇસીયુ સારવાર અપાય છે છતા પણ રામભરોસે ભોગબનનાર દર્દીને રહેવું પડે છે. રાત દિવસ તનતોડ મહેનત કરનાર અને પરિવારની પરવા કર્યા વગર યુવા પ્રૌઢ ડોકટરો જે તે લોકો કળીયુગના જીવંત ભગવાન માને છે. તેમના ભરોસે દર્દી રહે છે તે પણ કોરોના મહામારી રોગમાં સંક્રમીત દર્દી પોતાની ધીરજ ધેૈર્ય ગુમાવતો નથી.

એલોપેથિક સારવાર અધવચ્ચે દોડી રહે છે ત્યારે કેટલાક પીઢ અનુભવી નાગરીકો વડીલો બુઝાતા દિપકને બુઝાવવા દેવાને બદલે તેમા તે જ પ્રકાશ પ્રજવલીત તે આશાજ્ઞાન કોઠાસુઝથી વિશ્વાસ અને શ્રધ્ધા સાથે સુચન કરે છે. આયુર્વેદના પ્રાચીન જડીબુટ્ટી દવા રોગ શોધગ્રંથમાં કયાકને કયા કોરોના કોવીડ-૧૯ રોગના સીધા નામ બદલે વૈદિક આયુ. નામ દર્શાવેલ જેનુ શોધન કરાવવુ દેશી ઔષધી વૃક્ષો છોડ જડીબુટ્ટીથી ઓળખ થાય છે. દેશી ઔષધ ઉપયોગ કરવો જરૂરી છે. આ ઉપરાંત સંલગ્ન હોમિયોપેથીક દવાનો મળી આવે પરંતુ સંકલનના અભાવે અને કાંઇક આપણી યાને સરકારની બેદરકારી કે જાણકારી આંખ આડા કાન કરવાની મહદઅંશે જવાબદાર ગણી શકાય?

સરકાર દ્વારા એલોપેથીક ડોકટરો સ્વચ્છતા માટે અવારનવાર માર્ગદર્શન અપાય છે. હાથપાણી ધોવા જંતુનાશક દવાનો ઉપયોગ કરવા સેનીટાઇઝેશન હાથ ધોવા વગેરે, સેનેટાઇઝરનો વધુ ઉપયોગ હિતાવહ નથી. કારણ કે તેમા આલ્કોહોલ નુ પ્રમાણ સાથે અન્ય કેમીકલ્સ વપરાય છે. જેના કારણે લાંબા સમયે આપણા શરીરની કોમળ ચામડીને તેમજ હાથની ચામડીને આડઅસરથી નુકશાન કરે છે. ચામડી તરડાય જાડી બને છે અને અન્ય રોગનો જન્મ થાય છે.

કેટલાક અનુભવી વૈદરાજે નાડી પરીક્ષણ તેમજ આયુર્વેદિક ડોકટરોનું મંતવ્ય અને સલાહ આપે છે. ઘરમાં દેશી ઓસડીયા ઉકાળાનું સેવન કરવુ. ગળો કડવુ કડીયાતુ, તેમજ ફુદીનો તુલસી આદુ મરી (દાણા બે થી ત્રણ) માફક આવવુ તેટલુ સેવન કરવુ. તેનો ઉકાળો નિયમીત વહેલી સવારના અથવા રાત્રે સુતા પહેલા રાત્રી ભોજન કર્યા બાદ ૩૦ મીનીટ પછી પીવો. લીંબુનો ઉપયોગ થઇ શકે જેમને માફક આવે કરી શકે છે.

આ ઉપરાંત દેશી ઓસડીયા, લીમડો, ગુગળ, ખાંડ નહીવત, સુખડ, પાંદડી ધૂપ, લોબાન તેમજ આર્યસમાજ દ્વારા ઉપયોગમાં વૈદીક ધૂપ ગોંડલ ભુવનેશ્વરી માતાજીના મંદિરે મળતો દિવ્યાંગ ધૂપ ઉપયોગ કરો આ ધૂપ કરવો તેમજ ખાસ ઘર આંગણે જ બની શકે. છાણાનો અગ્નિ તેમજ ગુગળ ગાયનુ ઘી, ભરપુર માત્ર કપુર લીમડો, સુકા પાનનો ભૂકકો ધૂપ કરવો. ઘરમાં તેમજ આડોશપાડોશના લોકો દ્વારા સમુહમાં દેશી છાણા અગ્નિ પેટાવી તેમજ ગુગળ, ગાયનું ઘી, ભરપુર માત્રામાં કપૂર, લીમડાના સુકકા પાન અથવા બારીક ભુકો કરી શહેરી ગલીમાં ધૂપ કરી શકાય. કોરોનાના સચોટ ઉપાય તરીકે આયુર્વેદિક ઔષધિને પ્રોત્સાહન કોરોનાને અંકુશમાં લેવા અસરકારક સાબિત થઇ શકે તેમ છે.

 :સંકલન :

હેમેન્દ્રકુમાર પારેખ

સ્મિત પારેખ

પોરબંદર

(11:29 am IST)