Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મોરબીમાં પાણી પ્રશ્ન ઉગ્ર... શનાળા રોડ પરની સોસાયટીની મહિલાઓએ પાલિકામાં મોરચો માંડયો

સત્વરે સમસ્યાનો નિકાલ કરવાની ચીફ ઓફિસરની ખાત્રીથી મામલો શાંત

મોરબી તા. ૧૪ : શનાળા રોડ પરની સોસાયટીમાં પાણી ન આવતું હોવાથી. જેથી મહિલાઓ પાલિકા કચેરીએ દોડી આવી હતી અને ચીફ ઓફિસર પાસે પાણી પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી હતી.જો કે ચીફ ઓફિસરે સમજવાટથી મામલો થાળે પાડ્યો હતો

શનાળા રોડ પર આવેલી સોસાયટીની મહિલાઓનું ટોળું પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરવા પાલિકા કચેરીએ પહોંચ્યું હતું. મહિલાઓએ ચીફ ઓફિસર પાસે રજૂઆત કરી હતી કે તેમની સોસાયટીમાં કોઈ ક્ષતિના લીધે છેલ્લા લગભગ ૨૦ દિવસથી પાણી આવતું નથી. સોસાયટીમા નર્મદાની પાઇપલાઇન માંથી પાણી આપવામાં આવે છે. જોકે આજુબાજુની સોસાયટીમાં પાણી આવે છે. પરંતુ એકમાત્ર આજ ઙ્ગસોસાયટીમાં જ પાણી આવતું નથી. જેથી ના છૂટકે પાણી વેચાતું લેવું પડે છે.

આ અંગે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ આવેલા ટોળાને સમજાવ્યું હતું કે તમારી સોસાયટીમાં વાલ્વનો પ્રશ્ન છે અને થોડા દિવસોમાં વાલ્વ મુકાઈ જશે એટલે પાણીની સમસ્યા દુર થઇ જશે એટલે ટોળું શાત પડ્યું હતું.(૨૧.૧૭)

(12:48 pm IST)