Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

જુનાગઢમાં પોલીસનાં લોખંડી બંદોબસ્ત વચ્ચે મેયર સહિત ભાજપનાં આગેવાનોનાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા

જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયા ખડેપગે રહ્યા

જુનાગઢ : તસ્વીરમાં જુનાગઢમાં ચુસ્ત બંદોબસ્તમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. તે નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

જૂનાગઢ તા. ૧૪ :.. જૂનાગઢમાં આજે સવારે પોલીસનાં લોખંડી બંદોબસ્ત વચ્ચે મેયર સહિત ભાજપનાં આગેવાનોએ ડો. આંબેકડરજીની પ્રતિમાને હારતોરા કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતાં.

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની આજે સવારથી ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં ભીમસેનાએ ભાજપનાં આગેવાનોને ડો. આંબેડકરજીની પ્રતિમા પાસે ફરકવા દેવામાં આવશે નહિં.  તેવુ એલાન કર્યુ હતું.

દરમ્યાનમાં આંબેડકર જયંતીની શાંતિપુર્ણ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય તે માટે જૂનાગઢમાં કાળવા ચોક સ્થિત ડો. આંબેડકરજીની પ્રતિમા આસપાસ સવારથી જ એસ. પી. નિલેશ જાજડીયાએ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે મેયર આદ્યાશકિતબેન મજમુદાર, ડે. મેયર ગીરીશભાઇ કોટેચા, શહેર ભાજપનાં પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, મનપા સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઇ ધુલેશીયા, કોર્પોરેટરો શૈલેષભાઇ દવે, ભાજપ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી, મોહનભાઇ પરમાર, નરેશભાઇ સાસીયા, સહિત ભાજપનાં આગેવાનો-કાર્યકરોએ ડો. આંબેડકરજીની પ્રતિમાને હારતોરા કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

આ તકે જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયા ઉપરાંત ડીવાયએસપી એમ. એસ. રાણા સહિત પોલીસ અધિકારી ઉપરાંતનો ૧૦૦ થી વધુ જવાનોનો કાફલો ખડેપગે રહ્યો હતો.

(12:27 pm IST)