Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પોરબંદરના કેદારેશ્વર મંદિરમાં કાલથી નવીનીકરણની કામગીરીઃ બાબુભાઇ બોખીરીયા દ્વારા પુજન

પોરબંદર તા. ૧૪: મુખ્ય બજારમાં અને સુદામાજી વખતના અને રાજવીએ બનાવેલા શ્રી કેદારેશ્વર મંદિર કે જે હાલ ભકિત અને શકિતનું પ્રતિક બની ગયેલ છે રોજ શ્રધ્ધાળુઓની ભીડ રહે છે. તે મંદિરના ધારાસભ્ય બાબુભાઇ બોરખીયા દ્વારા મહેનત લઇ પ્રવાશન નિગમમાંથી રૂ પાચ લાખ મંજુર કરાવતા અને તે અનુંસંધાને કેદારેશ્વર મંદિરમાં કબુતર માટે ચબુતરો તેમજ ભુલકાઓ માટે હિંચકા,લસરપટ્ટી  જેવી સુવિધા ઉભી કરવાની હોય, તેમજ વડીલો માટે વિસામા સ્વરૂપ બાંકડાઓ મુકવાના હોય, તેમજ બીજી અન્ય સુવિભાઓ  ઉભી કરવાની  આ કામગીરી નગરપાલીકા દ્વારા કરાશે. નગરપાલીકાના ઉપપ્રમુખ  સરજુભાઇ કારીયા  જહેમત લઇ અને તાત્કાલીક ટેન્ડરીંગ કરાવી મંદિરનું કામ હોવાને કારણે કોઇપણ નફો લીધાવગર નિષ્ઠા પૂર્વક કામગીરી કરવાની ખાત્રી  કોન્ટ્રાકટરે આપેલ છે.આ નવિનીકરણની શરૂઆત તા. ૧૫ ન. સવારે ૧૦:૦૦ વાગ્ય કેદારેશ્વર મંદિરના પટ્ટાંગણમાં ધારા સભ્ય શ્રીબાબુભાઇ બોખીરીયાના હસ્તે કરવામાં આવશે ૈ વેપારી મિત્રો તેમજ ભકતજનો ને હાજર રહેવા મંદિરના પુજારી શ્રી હસુભાઇ પોરીયા તેમજ વ્યવસ્થાપક એડવોકેટ ભરતભાઇ લાખાણીએ એક યાદીમાં નિમંત્રણ પાઠવેલ છે.

(11:38 am IST)