Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સરધારમાં પરશુરામ રથનું સ્વાગત

રાજસ્થાનથી પ્રસ્થાન થઇ ભારત પરિભ્રમણ કરી રહેલ ભગવાન શ્રી પરશુરામ રથયાત્રા સરધાર આવી પહોંચતા સરધાર પંચશીલ સેવા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ રથ સરધારના તમામ મંદિરોના પૂજારીઓ દ્વારા રથનું પૂજા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સરધારના બ્રહ્મસમાજ તેમજ સાધુ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં તેમજ ઢોલ નગારા સાથે આખા સરધારમાં રથે નગર ચરીયા કરી હતી. (તસ્વીરો- કરશન બામટા-આટકોટ)

(11:28 am IST)