Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બોટાદમાં તસ્કર ઝડપાતા લીંબાળાની ઘરફોડી કબૂલી

જો કે સાયલા પોલીસે વિગત ન હોઇ ગુન્હો દાખલ કર્યો ન હતો

વઢવાણ તા.૧૪ : સાયલાના લીંબાળા ગામના બંધ ઘરમાં  સોના ચાંદીના દાગીના ચોરાયા હતા. જેમાં દાગીનાના બીલના અભાવે ગુનો દાખલ થયો ન હતો. પરંતુ બોટાદ પોલીસના હાથે ઘરફોડી ચોરી ગેંગ ઝડપાયાના ભેદ ઉકેલાયો હતો.

લીંબાળામાં રહેતા વિરમભાઇ બાવળીયા સીમ જમીનમાં કપાસ વીણવા ગયા હતા. આજે પરત આવતા ઘરમાં વેર વિખેર સામાન જોઇને પરિવારજનો હેબતાયા હતા. વધુ તપાસ કરતા ઘરના કબાટમાં રહેલા સોનાના લોકીટ, કડુ, બુટા અને ઝાંઝરી સહિત સોના-ચાંદીના દાગીનાની ૬૭,પ૦૦ની ચોરી થઇ હતી.

બોટાદ પોલીસના હાથે સોના ચાવડા, વિનોદ ઉર્ફે દેવરાજ ઉર્ફે દેવાયત મણસુરીયા ઝડપાતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જયાં વિરમભાઇને બોલાવી મુદામાલની ખરાઇ કરતા સામાન લોકેટ બુટીયા ઓળખી બતાવ્યા હતા.

(11:25 am IST)