Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જૂનાગઢ જિલ્લાનાં ૩૨ કેન્‍દ્રો ઉપર ધો. ૧૦ -૧૨ના પરીક્ષાર્થીઓનું સ્‍વાગત

બોર્ડની પરીક્ષાને લઇ ૪૪૬૨૮ વિદ્યાર્થીઓની કસોટી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૪ : જૂનાગઢ જિલ્લાના ૩૨ કેન્‍દ્રો ઉપર ધો. ૧૦-૧૨નાં પરીક્ષાઓનું સ્‍વાગત કરી આવકારી સફળતા માટે શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

આજથી બોર્ડની પરીક્ષા શરૂ થતા જૂનાગઢ જિલ્લાના ૪૪૬૨૮ વિદ્યાર્થીઓની પણ કસોટી એરણે ચડી છે. જેના માટે ૮૭ બિલ્‍ડીંગોમાં ૧૪૭૧ વર્ગ ખંડોમાં વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તમામ પરીક્ષા કેન્‍દ્રોમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્‍યા છે. તેમજ વિશેષ સાવચેતીમાં ભાગરૂપે ૧૨૬ અધિકારીઓની તમામ પરીક્ષા બિલ્‍ડીંગમાં નિમણુંક કરવામાં આવી છે.

જિલ્લામાં ધો.૧૦માં ૫૫૭૭૯ વિદ્યાર્થીઓ જ્‍યારે ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૧૫૮૦૦ અને વિજ્ઞાન પ્રવાહમાં ૩૦૪૫ છાત્રો મળી કુલ ૪૪૬૨૮ વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્‍ય માટે પરીક્ષા આપી રહ્યા છે.પરીક્ષાર્થીઓને પ્રાથમિક સુવિધાનો અભાવ ન રહે તે માટે તંત્ર દ્વારા કેન્‍દ્રો ફાળવેલ તમામ બિલ્‍ડીગોમાં ચેકીંગ કરવામાં આવેલ.આમ આજે બોર્ડની પરીક્ષા શરૂ થતા પરીક્ષા કેન્‍દ્રો પર વિદ્યાર્થીઓને મો મીઠું કરાવી તિલક કરીને આવકારવામાં આવ્‍યા હતા.

(1:52 pm IST)