Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જામજોધપુરમાં ર૦ લાખની લુંટ

વેપારી મનસુખભાઇ હીંગરાજીયા રોકડ લઇને બાઇક ઉપર જઇ રહયા હતા ત્‍યારે બાઇકમાં આવેલા બે અજાણ્‍યા શખ્‍સો થેલો લઇને નાસી છુટયા

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા., ૧૪: જામનગર જીલ્લાના જામજોધપુરમાં આજે બપોરે ર૦ લાખની લુંટ થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામજોધપુરના માર્કેટ યાર્ડના વેપારી ૨૦ લાખની રોકડ રૂપીયાનો થેલો લઇને બાઇક ઉપર જઇ રહયા હતા ત્‍યારે પાછળથી બાઇકમાં આવેલા બે શખ્‍સોએ વેપારી મનસુખભાઇ હીંગરાજીયા પાસેથી થેલો આંચકી લઇને નાસી છુટયા હતા.

માર્કેટ યાર્ડના ગેઇટ પાસે જ આજે બપોરે થયેલ લુંટની ઘટનાથી વેપારીઓ તથા ખેડુતોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા.

લુંટની આ ઘટનાનો તાગ મેળવવા સીસીટીવી ફુટેજના આધારે લુંટારૂઓની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જુદી-જુદી પોલીસ ટીમોએ આરોપીઓને ઝડપી લેવા માટે નાકાબંધી કરી દીધી છે. એફએસએલ અને ડોગ સ્‍કવોડની મદદ પણ લેવામાં આવી છે. લુંટારૂઓએ બાઇક ઉપરથી લુંટ કરી તેનો વિડીયો પણ સોશ્‍યલ મીડીયામાં વાયરલ થયો છે જેના આધારે આરોપીઓને તાબડતોબ ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

(1:47 pm IST)