Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જામનગરના સંસદસભ્‍ય પૂનમબેન માડમ ઇન્‍ટર પાર્લામેન્‍ટરી યુનિયનમાં ભારત સરકાર વતી ભાગ લેવા બહેરીન પહોંચ્‍યા

વિશ્વભરના સીલેકટેડ સાંસદો ૧૪૬ મી આઇપીયુ એસેમ્‍બલી માટે બહેરીનમાં એકત્રીત થયાઃ અસહિષ્‍ણુતા સામે લડવુ-સહિષ્‍ણુતા સ્‍થાપવી...ની આઇપીયુની આ વખતની થીમ ભારત માટે ગૌરવ સમાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૪ : જામનગરના સંસદસભ્‍ય પૂનમબેન માડમ ઇન્‍ટર  પાર્લામેન્‍ટરી યુનિયનમા ભારત સરકાર વતી ભાગ લેવા બહેરીન પહોંચ્‍યા છે. જયાં વિશ્વભરના પસંદ થયેલા સાંસદો ૧૪૬મી આઇપીયુ એસેમ્‍બલી માટે બહેરીનમાં એકત્રીત થયા છે. નોંધપાત્ર બાબતએ છે કે આ વખતે  અસહિષ્‍ણુતા સામે લડવુ એટલે કે સહિષ્‍ણુતા સ્‍થાપવી કરવી તે થીમ છે ભારતનું ગૌરવ છે.

આઇપીયુ એ રાષ્‍ટ્ર સાંસદોનું વૈશ્વિક સંગઠન છે. તેની સ્‍થાપના ૧૩૩ વર્ષ પહેલા વિશ્વની પ્રથમ બહુપક્ષીય રાજકીય સંસ્‍થા તરીકે કરવામાં આવી હતી. જે તમામ રાષ્‍ટ્રો વચ્‍ચે સહકાર અને સંવાદને પ્રોત્‍સાહન પુરૂ પાડે છે અને શાંતિપૂર્વક રીતે સામાજીક રીતે સમાનતા સાથે અને અસ્‍તિત્‍વના સંવર્ધન માટે સૌ સમાજને સમાન તક પુરી પાડવા આ વખતેની થીમ અસહિષ્‍ણુતા સામે લડવું તે છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય પરંપરા અને સંસ્‍કળતિની અનેકવિધ ભવ્‍યતા છે તે ભવ્‍યતામા અનેક આદર્શોની જેમ સહિષ્‍ણુતા એ મુખ્‍ય છે અને ભારતને આદરણીય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી સાહેબનુ જે નેતળત્‍વ સાંપડ્‍યુ છે તે નેતળત્‍વ હેઠળ આ સાંસ્‍કળતિકતાનુ આઝાદીના અમળતવર્ષમા રાષ્‍ટ્રભરમા નાગરીકો દ્વારા સ્‍વીકળત થય રહેલા જનઆંદોલનની વિ કક્ષાએ નોંધ લેવાઇ છે તેમજ નોંધપાત્ર બાબત એ પણ છે હાલ જ્‍યારે જી-ર૦ નુ ભારત યજમાન છે ત્‍યારે ભારતની પાયાની શાત સુત્રાત્‍મક ૅવસુંધૈવ કુટુંબકમૅ ની થીમ વૈીક ફલક ઉપર સ્‍વીકળત થઇ રહી છે.

ત્‍યારે સમગ્ર વિમાં આ અભિયાન એક જનઆંદોલન બનશે અને સાંસદોના ભવન એવા સંસદભવન અને તેમાં કામ કરનારાઓ માટે સંસ્‍થાઓ ને પ્રેરીત કરવાનુ અને સદગુણથી સમળદ્ધ કરવા પ્રોત્‍સાહીત કરશે.

આ મહત્‍વપુર્ણ શેડ્‍યુઅલ અંતર્ગત આઇપીયુ ની તમામ સંસદીય સંસ્‍થાઓની બેઠક મળી રહી છે, જેમાં તેની ચાર વિષયોની સ્‍થાયી સમિતિઓ, મહિલા સંસદોનો મંચ. યુવા સંસદસભ્‍યોનો મંચ અને સંસદસભ્‍યોના માનવ અધિકારોની સમિતિનો સમાવેશ થાય છે. જેમાં ભારતનુ પ્રતિનિધીત્‍વ ૧૨- જામનગર લોકસભાના સંસદસભ્‍ય શ્રી પૂનમબેન માડમ કરી રહ્યા છે તે સમગ્ર પણે ગૌરવપુર્ણ બાબત છે.

વિશેષમાં નોંધપાત્ર બાબત એ પણ છે કે લોકસભા સ્‍પીકર શ્રી ઓમ બીરલાજી સાથે સંસદસભ્‍ય  પૂનમબેન માડમ આર્મેનિયા અને ઇજિપ્તના સ્‍પીકરને મળ્‍યા હતા અને ભારત અને બંને દેશો વચ્‍ચેના દ્વિપક્ષીય સંબંધો અને ભારતીય દ્વારા આપવામાં આવેલા યોગદાન અંગે ચર્ચા કરી હતી.

વધુમાં વિભરમાં લોકપ્રિય આદરણીય પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઇ મોદી ની પ્રેરણા સાથે, ભારત સરકાર વતી બહેરીનમા ઇન્‍ટરપાર્લામેન્‍ટરી યુનિયન સેશનમા ભાગ લેવા પહોંચેલા જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સંસદસભ્‍ય પૂનમબેન માડમ ભાગ લેવા ગયા છે તે વખતે બહેરીનમાં વસતા અને આપણા રાષ્‍ટ્ર અને રાજ્‍યનુ નામ રોશન કરતા ગુજરાતી પરીવારના ભાઇઓ-બહેનોની મુલાકાત દરમ્‍યાન તેઓએ વિદેશમા જે રીતે રાષ્‍ટ્રનુ ખમીર ઝળકાવ્‍યુ છે તે જાણકારી ની આપ લે કરી સાંસદ  પૂનમબેન એ સૌને પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.

(1:45 pm IST)